Not Set/ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાઈ જાહેરાત ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ખુબ જ  ભયંકર જોવા મળી રહી છે .તેવામાં આજે આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ  આવ્યા હતા. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ  પત્રકાર પરિષદમાં જણાવ્યું કે  ટાટા ટ્રસ્ટના  […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 295 ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાઈ જાહેરાત ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ખુબ જ  ભયંકર જોવા મળી રહી છે .તેવામાં આજે આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ  આવ્યા હતા. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગૃહમંત્રીએ  પત્રકાર પરિષદમાં જણાવ્યું કે  ટાટા ટ્રસ્ટના  સહયોગથી ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ બનાવાશે. જેમાં 600 આઇસીયું બેડ હશે. તેના કારણે બેડની ઉપલબ્ધતામાં મોટો વધારો થશે. આ હોસ્પિટલનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉપાડશે. ત્યાર બાદનું સંચાલન સહિતની કામગીરી ડીઆડીઓ દ્વારા કરવામાં આવશે. નવી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં બનશે.જેમાં નવો ટોલ ફ્રી નંબર શરૂ કરાશે. તેમજ આ કોલ સેન્ટરમાં 50 ડોકટરો કોલ પર સલાહ આપશે. આ સુવિધા 2 જ દિવસમાં શરૂ કરવામાં આવશે.તેમજ હોમ આઇસોલેશન વાળા દર્દીને મદદ કરશે.

કોવિડ હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ બાદ કર્યા બાદ અમિત શાહે જણાવ્યું કે કાલ થી જ આ  હોસ્પિટલ શરૂ થશે.જેમાં 950  બેડ,તેમજ 250 icu બેડ ની સુવિધાઓ આપવામાં આવશે.જેનાથી લોકોને સારવાર માટે રઝળવું ના પડે.રસીકરણ વધારવા માટે પણ કેટલાક મહત્વાં નિર્ણયો લીધા છે. જો કે રસીકરણ ઝડપથી થાય તે માટે ખુબ જ વિચારણા ચાલી રહી છે.