સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય;પરીક્ષાઓ મોકૂફ રખાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી પરીક્ષાની તારીખો 31 માર્ચ બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે.

Gujarat Rajkot
saurastra university પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય;પરીક્ષાઓ મોકૂફ રખાઇ

રાજયમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.છેલ્લા 2 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં  રાજકોટમાં સંક્રમણ વધુના ફેલાઈ તેને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી,બીકોમ,બી.એ, જેવી વિવિધ વિભાગોની પરીક્ષા યોજાવાની હતી .પરંતુ આ વધતાં જતાં કેસ ને લીધે 20 માર્ચથી 10 એપ્રિલ સુધીની પરીક્ષાઓ હાલ મોકૂફ રખાય છે.તેમજ આવતી કાલથી જે પરીક્ષા શરૂ થવાની છે તે રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી પરીક્ષાની તારીખો 31 માર્ચ બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 8 મનપામાં 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટિના કૅમ્પસ માં આવેલ સ્વિમિંગ અને જિમ પણ અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…