ગુજરાત/ ધોરણ-9 થી 12 નાં વિદ્યાર્થીઓને માનસિક તણાવ ન રહે તે માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે ધોરણ-9 થી 12 નાં વિદ્યાર્થીઓનાં હિટ માટે એક મોટી જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓનાં હિત માટે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, હવેથી સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછવામાં આવશે.

Top Stories Gujarat Others
જીતુ વાઘાણી

રાજ્ય સરકારે ધોરણ-9 થી 12 નાં વિદ્યાર્થીઓનાં હિત માટે એક મોટી જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓનાં હિત માટે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, હવેથી સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછવામાં આવશે.

આ પણ વાંચો – કોરોના વિસ્ફોટ / ઓડિશાની આદિવાસી શાળામાં કોરોનાનો કહેર, 26 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત…

ધોરણ- 9, 10 ,11 અને 12 નાં સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને તેમનો તણાવ ઘટે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. હેતુ લક્ષી પ્રશ્નો 20 ટકા પૂછવામાં આવતા હતા હવે 30 ટકા પૂછાશે. જનરલ ઓપશન વાળા 10 માંથી 6 વધુ ઓપશન મળે તેવા પ્રશ્નો પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓને માનસિક તણાવ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવામા આવ્યુ છે. આ નિર્ણય બાદ 29 લાખ 75 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. હવે વર્ણાત્મક 70 ટકા પૂછવામાં આવશે પહેલા 80 ટકા પૂછવામાં આવતા હતા. જો કે અહી વાતની સ્પષ્ટતા કરીએ તો આ વ્યવસ્થા માત્ર કોરોના મહામારીનાં લીધે 1 વર્ષ માટે જ અમલમાં રહેશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યુ કે, વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે રાજ્યની સરકારે એક ખાસ નિર્ણય કર્યો છે, આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે અને આવતા સમયમાં પોતાની કારકિર્દી પણ ઘડી શકે તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યુ કે, આ મામલે વાલીઓનો પણ તણાવ હોતો હોય છે. જે ધ્યાને લેતા વિદ્યાર્થીઓને મુક્તિ આપી પણ અભ્યાસને પણ મુશ્કેલી ન થાય તે માટે આ નિર્ણય કર્યો છે. આ અંગે મીડિયાકર્મીઓ સાથ વાત કરતા શિક્ષણમંત્રીએ ખાસ વિદ્યાર્થીઓને માનસિક તણાવ ન રહે તેના પર વધુ ભાર આપ્યો હતો.

આ પણ વાંચો – BMCનો મહત્વનો નિર્ણય / વિદેશથી મુંબઈ આવનારાઓએ જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ કરવો પડશે

જો કે કહી શકાય કે છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીનાં કારણે વિદ્યાર્થીઓની ભણવાની પદ્ધતિમાં પૂરેપૂરી રીતે ફેરફાર થયો છે. જો કે આજની પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાં કેસ ઘટ્યા છે, જેના કારણે હવે વિદ્યાર્થીઓ શાળામાં જઇ શકે છે. અને શાળામાં ભણવાનો પૂરો આનંદ લઇ શકે છે અને મન લગાવીને ભણી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…