Loksabha Election 2024/ નવી સરકારના ગઠબંધન મુદ્દે NDAની દિલ્હીમાં આજે મહત્વની બેઠક, મંત્રીઓ અને ખાતાઓની વંહેચણીને લઈને થશે ચર્ચા

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે NDAની દિલ્હીમાં આજે મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં સહયોગી પક્ષ અને મંત્રીઓના પદને લઈને ચર્ચા થશે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 06 06T140155.098 નવી સરકારના ગઠબંધન મુદ્દે NDAની દિલ્હીમાં આજે મહત્વની બેઠક, મંત્રીઓ અને ખાતાઓની વંહેચણીને લઈને થશે ચર્ચા

દિલ્હી : નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે NDAની દિલ્હીમાં આજે મહત્વની બેઠક યોજાશે. ભાજપના પ્રવકત્તા જે.પી.નડ્ડાના નિવાસસ્થાને આ બેઠક યોજાશે. આ બેઠકમાં NDA ગઠબંધન હેઠળ બેઠકોની વંહેચણી અને સાથી પક્ષોને કયા ખાતાઓ આપવા જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. દિલ્હીમાં ભાજપે આજે અચાનક બેઠક બોલાવતા નેતાઓ ચિંતિત બન્યા છે. આ બેઠકમાં નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ, એકનાથ શિંદે, શિવરાજસિંહ, ચિરાગ પાસવાન જેવા અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આજની બેઠકમાં સંભવત TDU અને JDU પાંચથી છ ખાતાની માંગ કરી શકે છે.

Key NDA meeting at PM Modi's residence concludes

લોકસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા પછી, હવે NDA એ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પરિણામો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ  શિંદેએ કહ્યું, “PM મોદીના નેતૃત્વ હેઠળ NDA ફરી સરકાર બનાવશે. શિવસેનાએ તેમને સમર્થન આપ્યું છે. ટૂંક સમયમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના વિજેતા ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણને જ્યારે કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મુંગેરી લાલ હજુ પણ સપના જોઈ રહ્યા છે તેમ કહ્યું. જ્યારે ચૂંટણી પરિણામોમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની હાર થયાનું સામે આવતા સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, “આ જીત સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને ઉત્તર પ્રદેશની જનતાની છે.  અમે આ માટે રાજ્યના લોકોનો આભાર માનીએ છીએ.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેબિનેટની બેઠક બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ રાજીનામું સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. નરેન્દ્ર મોદી 8 જૂને શપથ લઈ શકે છે, જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં NDAને બહુમતી મળી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં હવામાન અચાનક પલટાયું, ગરમીનો પારો ઘટયો, હવામાન વિભાગે ચોમાસાના આગમનની કરી આગાહી

આ પણ વાંચો: દિલ્હી જળ સંકટ: સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય, હિમાચલને પાણી છોડવાના નિર્દેશ

આ પણ વાંચો: લોકસભામાં શૂન્ય સાંસદ, પરંતુ રામદાસ અઠવલેએ કેબિનેટમાં માંગ્યું મંત્રી પદ