High Court/ રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો હુકમ,ગૃહ વિભાગ સચિવ અને DGPને હાજર રહેવા આદેશ

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જયાં પણ રખડતા ઢોરોના ત્રાસના કારણે નિર્દોષ નાગિરકોને મૃત્યુ થાય કે ઇજાગ્રસ્ત બને તેવા તમામ કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે,

Top Stories Gujarat
1 117 રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો હુકમ,ગૃહ વિભાગ સચિવ અને DGPને હાજર રહેવા આદેશ
  • રખડતા ઢોર મુદ્દે HCનો મહત્વનો હુકમ
  • ગૃહ વિભાગના સચિવ, DGPને હાજર રહેવા હુકમ
  • શહેરી વિકાસના સચિવ, AMC કમિશ્નરને હુકમ
  • તમામને રૂબરૂ હાજર રહેવા હાઈકોર્ટનો હુકમ

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જયાં પણ રખડતા ઢોરોના ત્રાસના કારણે નિર્દોષ નાગિરકોને મૃત્યુ થાય કે ઇજાગ્રસ્ત બને તેવા તમામ કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે, આ મામલે હાઇકોર્ટે તંત્ર સામે લાલ આંખ  બતાવી છે.  રખડતા ઢોરોના ત્રાસ અંગેના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ આજે રાજયના ગૃહ સચિવ, શહેરી વિકાસ સચિવ, રાજયના ડીજીપી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું. આ તમામ અધિકારીઓને હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રાખવા રાજય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે  સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં રખડતા ઢોરોના ત્રાસ અંગેની ફરિયાદ નોધવા એક હેલ્પલાઇન નંબર નક્કી કરાયા છે. જે અંગે ફરિયાદ નોંધી સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરાશે