રાજકોટ/ રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

રાખડીના સંબંધને લાંછન લગાડતી એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. અહીંયા રક્ષાબંધનના પહેલા જ સગા ભાઇએ પોતાની બહેનનું અપહરણ કર્યું હતું.

Rajkot Gujarat
અપહરણ

રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ તહેવારને ભાઈ – બહેનના પવિત્ર સંબંધનો પણ નાતો માનવામાં આવે છે, પરંતુ આ પહેલા રાખડીના સંબંધને લાંછન લગાડતી એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. વાત કરીએ રાજકોટની તો, શહેરમાં રક્ષાબંધનના પહેલા જ સગા ભાઇએ પોતાની બહેનનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ પણ વાંચો :સારંગપુર જવાનું કહી અંજારના જાણીતા વકીલે કર્યો આપઘાત

આ ઘટના અંગે મળતા રીપોર્ટ મુજબ, રાજકોટ શહેરના દ્વારકેશ પાર્કમાં આવેલા સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા દીપેશ ખીમજીભાઇ પંચાસરા નામના યુવકે પોતાનાં સાળા અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોતાની પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે.  આ પહેલા આ યુવકે ગત સાંજે તેમનો સાળો નીતિન અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં બિનકાયદેસર રીતે પ્રવેશ કરીને બળજબરીપુર્વક પત્નીને ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ઉઠાવી ગયા હતા.

a 270 રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

આ પણ વાંચો :ડાયમંડ સિટીમાં વધુ એક હત્યાનો બનાવ, ગોડાદરમાં દિયરે જ કરી ભાભીને રહેંસી નાખી

જો કે આ પહેલા સાળા નીતિને ફોન કરીને ધમકી આપી હતી કે, હું મારી બહેનને તારી સાથે રહેવા દેવા માંગતો નથી. ત્યારબાદ હવે આ મામલે રાજકોટ સ્થિત યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવતીનું અપહરણ કરનારા આરોપીઓની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

 

a 271 રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

આ પણ વાંચો :સાબરમતી જેલ ટ્રેનિંગ સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી, પદ્ધતિસર તાલીમ મળવાથી કેદીઓને મળશે નવું જીવન

દિપેશે પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, હું ગેરેજ ચલાવું છું અને તા. 13-5-2021ના રોજ મેં વડીયા ખાતે મોટી પાનેલીની ઉર્મિલા જસાભાઇ સરેણા સાથે પ્રેમલગ્ન કર્યા છે. ત્યારથી હું, પત્નિ, માતા-પિતા અને ભાઇ રાજકોટ રહીએ છીએ. ગત સાંજના સવા આઠેક વાગ્યે હું મારા ગેરેજે હતો ત્યારે પિતાનો ફોન આવેલો કે તારો સાળો નિતની અને બીજા ત્રણ જણા ઘરમાં બળજબરી પુર્વક ઘુસી જઇ તારી પત્નિ ઉર્મિલાને ઇકો ગાડીમાં બેસાડીને ભાગી ગયા છે.આથી હું તુરત જ મારા ઘરે આવ્યો હતો.

a 269 રાખડીના સંબંધને લાંછન પહોંચાડતી ઘટના, ભાઈએ પોતાની જ બહેનનું કર્યું અપહરણ, પછી..

આ પણ વાંચો :બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા

વધુમાં દિપેશે જણાવ્યું હતું કે, મેં ઉર્મિલા સાથે લવમેરેજ કર્યા હોઇ તે મારા સાળાને પસંદ ન હોઇ જેથી તે મારી પત્નિનું અપહરણ કરી ગયો હતો. મારા સાળાએ અગાઉ મને ધમકી પણ આપી હતી કે ‘હું મારી બહેનને તારી સાથે રહેવા નહિ દઉ અને તેને લઇ જઇશ.’. આ ધમકી મુજબ જ મારા સાળાએ કાવત્રુ ઘડી બીજા ત્રણ જણા સાથે મળી મારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘુસી જઇ ઉર્મિલાનું અપહરણ કરી ગયા હતાં.આ બનાવમાં PI એ. એસ. ચાવડાની રાહબરીમાં PSI બી. જી. ડાંગર સહિતની ટીમે તપાસ શરૂ કરી આરોપીઓને સકંજામાં લઇ ઉર્મિલાને મુકત કરાવી તેના પતિને સોંપવા તજવીજ કરી હતી.

આ પણ વાંચો :કેટલાક ભારતીયો હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા,જામનગર પહોંચેલા રાજદૂતે કહ્યું આવું…