Businessman Anand Mahindra/ આનંદ મહિન્દ્રાએ કલ્કી ફિલ્મ ફેમ Bujji Carની લીધી ટેસ્ટ ડ્રાઈવ, વીડિયો થયો વાયરલ

કલ્કી ફિલ્મ ફેમ Bujji Carની ઉદ્યોગપતિએ આનંદ મહિન્દ્રાએ ટેસ્ટ ડ્રાઈવ લીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં જ આ કાર ચેન્નાઈના રસ્તાઓ પર જોવા મળી હતી.

Trending Entertainment Business
Beginners guide to 2024 06 15T131414.302 આનંદ મહિન્દ્રાએ કલ્કી ફિલ્મ ફેમ Bujji Carની લીધી ટેસ્ટ ડ્રાઈવ, વીડિયો થયો વાયરલ

Business Man  આનંદ મહિન્દ્રા : કલ્કી ફિલ્મ ફેમ Bujji Carની ઉદ્યોગપતિએ આનંદ મહિન્દ્રાએ ટેસ્ટ ડ્રાઈવ લીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલમાં જ આ કાર ચેન્નાઈના રસ્તાઓ પર જોવા મળી હતી. આનંદ મહિન્દ્રા કાર ચલાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે બુજ્જી કારની અંદર બેસીને ટેસ્ટ ડ્રાઈવ લેતો જોવા મળે છે. મુંબઈના મહિન્દ્રા ટાવરના પરિસરમાં આનંદ મહિન્દ્રાએ આ કારને થોડા અંતર સુધી ચલાવી હતી. કાર ચલાવ્યા બાદ તેમણે ફિલ્મના દિગ્દર્શક નાગા અશ્વિન રેડ્ડીના વખાણ કર્યા અને કહ્યું કે ભારતમાં આવી ઐતિહાસિક સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવા બદલ ખૂબ સારું કામ કર્યું. મહિન્દ્રાએ તેના X હેન્ડલ પર આ કાર ચલાવતી ક્ષણનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોનું શીર્ષક છે – બુજ્જી મીટ્સ આનંદ મહિન્દ્રા. આ સમાચાર લખ્યા ત્યાં સુધી 7 લાખ લોકોએ તેને જોયો છે અને 16 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે.

Bujji Car એક કસ્ટમાઇઝ્ડ ઇલેક્ટ્રિક કાર છે. જે મહિન્દ્રા અને જયમ ઓટોમોટિવ્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ કારમાં 34.5 ઈંચના ટાયર લગાવવામાં આવ્યા છે. જેને CEAT Tyres દ્વારા ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. કારનું વજન 6000 કિલો એટલે કે 6 ટન છે. આ ઈલેક્ટ્રિક કારમાં 47 KWHની ક્ષમતાવાળી બેટરી લગાવવામાં આવી છે. કારમાં લાગેલ મોટર 94 KWનો પાવર અને 9800 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

જણાવી દઈએ કે  તેલુગુ ફિલ્મ કલ્કી 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નાગા અશ્વિન રેડ્ડીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ફેમસ એક્ટર પ્રભાસ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અત્યાર સુધી જે વસ્તુ આકર્ષણનું કેન્દ્ર રહી છે તે છે એક કાર. ફિલ્મમાં આ કારનું નામ બુજ્જી છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતા પ્રભાસ આ ખાસ બુજ્જી કારમાં એન્ટ્રી લે છે. ફિલ્મમાં આ કાર AI ઇન્ટરફેસ ઇલેક્ટ્રિક કાર છે, જે ત્રણ પૈડાં પર ચાલે છે. બુજ્જી કાર બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ આ કારની ચર્ચા થવા લાગી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કર્ણાટક સરકારે અન્નુ કપૂર અભિનિત ‘હમારે બારહ’ની રિલિઝ પર સ્ટે મૂક્યો

આ પણ વાંચો: કપિલ શર્માના જોક્સ પર મેરી કૉમને આવ્યો ગુસ્સો, પછી શું કર્યુ કોમેડિયને….

આ પણ વાંચો: શૂટિંગના કારણે અદા શર્માને આ ગંભીર બિમારી થઈ ગઈ હતી, 48 દિવસ સુધી પિરિયડ્સ આવતા…