Not Set/ આણંદ: માંથાભારે તડીપાર શક્સોએ જાહેરમાં કાપી તલવારથી કેક!

વીદ્યાનગર શહેરમાં ત્રણેક માસ અગાઉ જ માથાભારે કિશન ઠાકોર, સાગર માછી સહિત કેટલાક યુવકોએ જાહેરમાં યુવકોને માર મારી અપમાનિત કર્યા હતા. તે ગુનામાં પોલીસે કિશન ઠાકોર અને સાગર માછીને માર મારવાના આરોપ સાથે ભાગેડુ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં આ બંને શખસો અને તેમની ટીમ ત્રણ દિવસ અગાઉ વિદ્યાનગરના જાહેર માર્ગ પર કિશન ઠાકોરની […]

Gujarat
IMG 20210715 230852 આણંદ: માંથાભારે તડીપાર શક્સોએ જાહેરમાં કાપી તલવારથી કેક!

વીદ્યાનગર શહેરમાં ત્રણેક માસ અગાઉ જ માથાભારે કિશન ઠાકોર, સાગર માછી સહિત કેટલાક યુવકોએ જાહેરમાં યુવકોને માર મારી અપમાનિત કર્યા હતા. તે ગુનામાં પોલીસે કિશન ઠાકોર અને સાગર માછીને માર મારવાના આરોપ સાથે ભાગેડુ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં આ બંને શખસો અને તેમની ટીમ ત્રણ દિવસ અગાઉ વિદ્યાનગરના જાહેર માર્ગ પર કિશન ઠાકોરની બર્થડેની ઉજવણી કોવીડના નિયમોનું ઉલ્લંઘન કરીને કરી હતી. જાહેરમાં ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરી ટોળા ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમનો ભંગ કર્યો હતો. તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાનગર જાહેર માર્ગ પર ૯ તારીખે કિશન ઠાકોર અને તેના માણસોએ ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરી બર્થડે ઉજવી હતી. જેને લઈને કાયદો અને વ્યવસ્થા સામે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

હાલમાં કોવીડને કારણે સરકાર દ્વારા રાત્રી કરફ્યુમાં હળવાશ તો આપી છે પરંતુ જાહેરમાં થતા કાર્યક્રમો પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે વિદ્યાનગરના કેટલાક શખ્સો જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા આ વિડિયો અને ફોટા સોશ્યલ મીડીયામાં ભારે એવા વાયરલ થયા હતા. જેને પગલે પોલીસને પણ આ યુવાનો પડકાર ફેંકતા હોય તેમ જણાઈ આવ્યું છે.