Not Set/ આનંદ વિહારથી ભાગલપુર જઈ રહેલી ગરીબરથ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત, પાટા પરથી ઉતર્યુ એન્જિન

આનંદ વિહારથી ભાગલપુર જઇ રહેલી ગરીબ રથ (22406) દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પર દુર્ઘટાગ્રસ્ત થઇ ગઇ છે. અકસ્માતમાં ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે. આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાના સમાચાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીનદયાળ ઉપાધ્યાય જંકશન (મુગલસરાય) થી રવાના થયાના તુરંત જ ટ્રેન એન્જિન યાર્ડમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ રેલ્વે […]

Top Stories India
BeFunky collage 24 આનંદ વિહારથી ભાગલપુર જઈ રહેલી ગરીબરથ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત, પાટા પરથી ઉતર્યુ એન્જિન

આનંદ વિહારથી ભાગલપુર જઇ રહેલી ગરીબ રથ (22406) દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પર દુર્ઘટાગ્રસ્ત થઇ ગઇ છે. અકસ્માતમાં ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે. આ દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાના સમાચાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીનદયાળ ઉપાધ્યાય જંકશન (મુગલસરાય) થી રવાના થયાના તુરંત જ ટ્રેન એન્જિન યાર્ડમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન (મુગલસરાય) પરથી ભાગલપુર ગરીબરથ એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જો કે, ગતિ વધુ ન હોવાના કારણે કોઈ મોટો અકસ્માત થયો નથી. આ દુર્ઘટના બાદ રેલવે વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રેન સાંજે પાંચ વાગ્યે પ્લેટફોર્મ નંબર 03 થી નીકળી હતી.

જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળનાં બર્ધમાન રેલ્વે સ્ટેશન પર પણ એક અકસ્માત સામે આવ્યો છે. અહીં મકાનનો એક ભાગ તૂટી પડ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ઘણા લોકો તેમાં સપડાયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. તેમાંથી 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વળી, ચાર ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.