પાટણ/ આંગણવાડીની બહેનોએ પોતાની આ માંગને લઈ શરૂ કર્યું આંદોલન, સરકાર યોગ્ય દિશામાં પગલાં નહિ ભરે તો…..

પાટણના  સિધ્ધપુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની આશાફેસીલીટર બહેનો દ્વારા ઇન્સીટીવ પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

Gujarat Others
આંગણવાડીની બહેનો

પાટણમાં આંગણવાડીની બહેનો સાથે જ ઘર ઘર સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી આશાવર્કર ફેસીલેટર બહેનોએ જીલ્લા પ્રશાસનને આવેદન પત્ર આપ્યું. ફેસીલેટર બહેનો દ્વારા પોતાને કાયમી કાર્યક્રર ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ પાટણના  સિધ્ધપુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની આશાફેસીલીટર બહેનો દ્વારા ઇન્સીટીવ પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

અ 14 5 આંગણવાડીની બહેનોએ પોતાની આ માંગને લઈ શરૂ કર્યું આંદોલન, સરકાર યોગ્ય દિશામાં પગલાં નહિ ભરે તો.....

સમગ્ર રાજ્યભરમાં વિવિધ કેડરના સરકારી કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે આંદોલન શરુ કર્યા છે. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ઘર સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી આશાવર્કર ફેસીલેટર બહેનો દ્વારા પોતાને કાયમી કર્મચારી ગણવામાં આવે તેવી માંગ સાથે આંદોલન શરુ કર્યું છે. જેને લઇ સિધ્ધપુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની આશાફેસીલીટર બહેનો દ્વારા ઇન્સીટીવ પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પાટણ જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

અ 14 6 આંગણવાડીની બહેનોએ પોતાની આ માંગને લઈ શરૂ કર્યું આંદોલન, સરકાર યોગ્ય દિશામાં પગલાં નહિ ભરે તો.....

ગુજરાત આશા એન્ડ હેલ્થવર્કસ યુનિયન દ્વારા રાજયના ગામડે ગામડે ગરીબ વસ્તીમાં આરોગ્યની કપરી કામગીરી બજાવતા આશાવર્કર અને ફેસીલીટર તેમજ અર્બન બહેનોની વ્યથા અને પડતર પ્રશ્નોના મુદ્દે સિધ્ધપુર તાલુકાની આશાવર્કર બહેનો દ્વારા આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર આપ્યુ હતું. આ પ્રસંગે મહિલા આશાવર્કરે જણાવ્યું હતું કે, ફેસીલીટર બહેનોની ઇન્સેટીવ પ્રથા બંધ કરી કાયમી કર્મચારી તરીકે ભરતી કરવામાં આવે. જો સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહી આવે તો આગામી સમયમાં હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચો:આ દિવસે ગુજરાત સહિત દેશના કોઇપણ થિયેટર-મલ્ટીપ્લેસમાં ફિલ્મ માત્ર 75 રૂપિયામાં જોવા મળશે

આ પણ વાંચો:ધર્મજ-તારાપુર હાઇવે પર લકઝરી પલટી જતા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:ભગવાન શિવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીએ આખરે માંગી માફી,જુઓ વીડિયો