વિદેશી દારૂ/ અંજાર પોલીસે 25 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો

વિદેશી દારૂ પકડાયો

Gujarat
daru 1 અંજાર પોલીસે 25 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો

કચ્છના અંજારમાં  પોલીસે  બાતમીના આધારે દરોડા પાડિને  એક વાડીમાંથી  7200 નંગ વિદેશી દારૂની બોટલો પકડી પાડી હતી અને એક આરોપીની ધરપકડ કરી છે.. કુલ રૂ. 27.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

અંજારથી સાપેડા જતા રોડ પર એચ.પી.ના પેટ્રોલપંપ પાસેથી વળતા રસ્તે અંજાર સીમમા આવેલ શાંતીલાલ શામજીભાઇ ડાંગર તથા તેના કાકાઇ ભાઇ મૂકેશ લખુભાઇ ડાંગરે પોતાની વાડીમા મનુભા વિઠુભા વાઘેલા દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી સચોટ બાતમી આધારે દરોડા પાડતા ત્યાંથી ઇગ્લીશ દારૂ ની 600 પેટીઓ જેમા વિદેશી દારૂની 7200 બોટલ મળી આવી હતી.આરોપી પાસેથી 7200 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત 25,20,000, એક મારૂતી અલ્ટો કાર કિંમત 1,00,000 તથા બે મોટરસાઇકલ કિંમત 1,00,000 તથા એક એક્સેસ કિંમત 50000 તથા ત્રણ મોબાઇલ કિંમત 10500 મળીને કુલ 27,80,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.