નિર્ણય/ રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત, પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9 નો વધારો મળશે

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભા યોજાઇ હતી, જેમા પશુપાલકોને કિલો ફેટદીઠ રૂપિયા 9 નો વધારો મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot
11 482 રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત, પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9 નો વધારો મળશે
  • પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9નો વધારો મળશે
  • રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત
  • ગતવર્ષે કિલો ફેટદીઠ 656 રૂ.ચૂકવ્યા હતા
  • આ વર્ષે કિલો ફેટદીઠ રૂ.665 ચૂકવવા નિર્ણય
  • રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભા યોજાઇ
  • 1 ઓગસ્ટ થી દૂધ ખરીદ ભાવ 10 રૂ.કરાશે
  • પશુપાલકો માટે 10 લાખનું વીમાકવચ અપાશે
  • સભાસદ મંડળીઓને 15 ટકા ડિવિડન્ડ અપાશે

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભા યોજાઇ હતી, જેમા પશુપાલકોને કિલો ફેટદીઠ રૂપિયા 9 નો વધારો મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ગત વર્ષે કિલો ફેટદીઠ 656 રૂપિયા પશુપાલકોને ચુકવવામાં આવ્યા હતા. આ જાહેરાત બાદ હવે આ પશુપાલકોને આ વર્ષે કિલો ફેટદીઠ રૂપિયા 665 ચૂકવવામાં આવશે.

11 485 રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત, પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9 નો વધારો મળશે

મોટા સમાચાર / અમદાવાદ ટોરેન્ટ પાવરે શહેરનાં વિભિન્ન વિસ્તારોમાં પાડી રેડ, જાણો શું છે કારણ

આપને જણાવી દઇએ કે, રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં પશુપાલકો માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ 1 ઓગસ્ટથી દૂધનાં ખરીદ ભાવ 10 રૂપિયા કરાશે. વળી આ રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં પશુપાલકો માટે 10 લાખનું વીમા કવચ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વળી સભાસદ મંડળીઓને 15 ટકા ડિવિડન્ડ પણ આપવાની જાહેરાત કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયમાં ખેતીની સાથે ૫શુપાલનનો પૂરક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. પૂરક રોજગારી આ૫વામાં આ ઉદ્યોગનું મહત્વનું યોગદાન છે. ગ્રામ્યર વિસ્તાંરોમાં દૂધાળા ૫શુઓ ધરાવતા શખ્સોને તેના દૂધનાં વ્યાજબી ભાવ મળી રહે તે સારૂ સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરવામાં આવી છે.

11 483 રાજકોટ દૂધ ઉત્પાદક સંઘની સામાન્યસભામાં જાહેરાત, પશુપાલકોને કિલો ફેટદીઠ રૂ.9 નો વધારો મળશે

મેઘાની રાહ / આજથી ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ! બારે મેઘ ખાંગાની આગાહી

આપને જણાવી દઇએ કે, દૂધઉત્પાદક સહકારી મંડળીઓ સભાસદો પાસેથી દૂધ એકત્રિત કરી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને તે પુરૂ પાડે છે. જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો દૂધનું વિવિધ સ્વરૂપે રૂપાતર કરી ઘી, માખણ, ૫નીર, મિલ્ક પાવડર, ચોકલેટ, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી ચીજો ઉત્પાદન કરે છે. રૂપાતર દ્વારા આ સંઘો તેની સભ્ય મંડળીઓનાં દૂધનાં વ્યાજબી ભાવ પૂરા પાડે છે. રાજયમાં હાલમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક સહકારી સંઘો કાર્યરત છે. જેની પાસે અદ્યતન સ્વરૂ૫નાં ડેરીનાં પ્લાન્ટ છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. તેની મહત્તમ વસ્તી ગ્રામ્યા વિસ્તારોમાં વસવાટ કરે છે. દેશની આબાદી ૫ણ ખેતી ઉ૫ર આધારીત છે. તેમાં ૫ણ ગુજરાત રાજય ખેતી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ખેડૂતોનાં ખેતી ઉદ્યોગ સાથે તેના પૂરક ઉદ્યોગ તરીકે ૫શુપાલન દ્વારા થતુ દૂધ ઉત્પાદન તે મહત્વનની પુરક આવક બની રહે છે.