Cricket/ પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનાં Playing XI નું એલાન, આ ખેલાડીઓને મળી તક

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરીઝ આવતી કાલે 17 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાવાની છે અને પહેલીવાર ભારત વિદેશી ધરતી પર પિંક બોલ સાથે રમવા જઈ રહ્યું છે….

Top Stories Sports
1st 65 પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનાં Playing XI નું એલાન, આ ખેલાડીઓને મળી તક

 

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરીઝ આવતી કાલે 17 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાવાની છે અને પહેલીવાર ભારત વિદેશી ધરતી પર પિંક બોલ સાથે રમવા જઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારથી ઓસ્ટ્રેલિયાની સાથે શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે અંતિમ-11 ની ઘોષણા કરી છે.

1st 66 પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનાં Playing XI નું એલાન, આ ખેલાડીઓને મળી તક

એડિલેડ ઓવલ મેદાન પર રમાનારી આ મેચમાં શુભમન ગિલ અને રિષભ પંત ટીમમાં નથી. પૃથ્વી શો ને ઓપનર તરીકે મયંક અગ્રવાલની સાથે ટીમમાં સ્થાન મળ્યું છે. વળી વિકેટકીપરની ભૂમિકા માટે, પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનારા રિષભ પંત કરતા અનુભવી રિદ્ધિમાન સાહાની પસંદગી કરવામાં આવી છે. આ ટેસ્ટ બાદ વિરાટ કોહલી પિતૃત્વ રજા પર જશે અને બાકીનાં ત્રણ ટેસ્ટ રમવા નહીં જઇ રહ્યો. વળી, ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની પ્રથમ ટેસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બીસીસીઆઈ દ્વારા જ જારી કરવામાં આવી છે, જેમાં અંતિમ ઇલેવનનાં નામ છે.

1st 67 પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનાં Playing XI નું એલાન, આ ખેલાડીઓને મળી તક

ટીમ ઈન્ડિયાનાં પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

એડિલેડ ટેસ્ટ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તેની નજર ફક્ત વિરાટ કોહલી પર હશે કે પ્રથમ ટેસ્ટમાં તેનું પ્રદર્શન કેવું રહે છે. આ પહેલા ભારતીય ટીમે આ જ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવ્યું હતું, અને આ વખતે પણ આશા આવી જ રાખવામાં આવી રહી છે. એ જોવાનું રહ્યું કે ભારતીય ટીમ એડિલેડમાં પિંક બોલથી કેવું પ્રદર્શન કરે છે.

સાથી ખેલાડીને થપ્પડ મારવાનો પ્રયત્ન, મુશફિકુર રહીમને પડ્યો ભારે, મળી આ સજા

દુનિયાનાં 120 દેશોમાં IND vs AUS ટેસ્ટ સીરીઝનું થશે પ્રસારણ

કોહલી-બુમરાહે ICC Test Ranking માં લગાવી છલાંગ, જાણો આ યાદીમાં ટીમનું સ્થાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો