મોંઘવારી/ જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો

મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. અમુલ બાદ હવે સુમુલ ડેરીએ છાસની કિંમતમાં વધારો કર્યો છે

Top Stories Gujarat
3 15 જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો

  • સુમુલ ડેરીએ છાશના ભાવમાં કર્યો વધારો
  • અમુલ બાદ સુમુલે પણ વધાર્યા છાશના ભાવ
  • છાશમાં એક લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો
  • છાશના 1 લીટરનો ભાવ 30 રૂપિયા
  • ઘાસ, ખાણદાણ મોંઘા થતા વધ્યા ભાવ
  • સુમુલે 500ML છાશની થેલીના ભાવમાં વધારો
  • 500 ML થેલીના ભાવમાં 13 થી 15 રૂ. થઇ
  • પ્રતિ થેલી 4 રૂપિયાનો થયો વધારો
  • 6 લીટર પેકીગ છાશના ભાવમાં કોઇ વધારો નથ

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે, તમામ જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે,કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે.મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. અમુલ બાદ હવે સુમુલ ડેરીએ છાસની કિંમતમાં વધારો કર્યો છે. સુમુલે પ્રતિ છાની થેલીએ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા પહેલા છાશનો ભાવ 13 રૂપિયા હતો જે હવે 15 રૂપિયા કરવામાં આવ્યો છે. આ અગાઉ અમુલ દ્વારા છાશના ભાવમાં વધારો કરાયો હતો. અમુલ અને સુમુલ છાશ હવે 15 રૂપિયામાં મળશે. આ નવા ભાવ આવતીકાલથી લાગુ થશે.

અમૂલ માર્ચમાં જ કર્યો હતો છાસ અને દહીમાં ભાવ વધારો. નવા ભાવ અનુસાર, અમૂલ જીરા છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો હતો. તો અમૂલ મસ્તી દહીંના પાઉચમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલના દૂધ, દહીં અને છાશની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડ્યા હતા. આ નવો ભાવ વધારો 1 માર્ચ 2022થી અમલમાં આવ્યો હતો. 1 માર્ચથી અમૂલ ગોલ્ડની પ્રતિ બેગ ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડે છે. અમૂલ શક્તિના પ્રતિ થેલી ગ્રાહકોએ 27 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે અમૂલ તાજાની પ્રતિ બેગ ગ્રાહકોએ 24 રૂપિયા ચૂકવવા પડે છે. અમૂલ ફેડરેશનની યાદીમાં કહેવાયું છે કે ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટ્કિસ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવ વધારો લાગુ કરાયો છે.