sucied/ અમદાવાદમાં વાસણામાં વધુ એક વેપારીની આત્મહત્યા

વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ જીવન ટુંકાવ્યુ

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 07T183103.859 અમદાવાદમાં વાસણામાં વધુ એક વેપારીની આત્મહત્યા

Ahmedabad News : અમદાવાદમાં વ્યાજખોરોએ ફરીથી માથુ ઉચક્યું હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા વ્યાજખોરો ફરીથી છાકટા બન્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

વાસણામાં રહેતા એક વેપારીએ વ્યાજે લીધેલા નાણાં ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો પૈસા માટે વેપારીને હેરાન પરેશાન કરી રહ્યા હતા. એટલું જ નહી આરોપીઓ વેપારીને ધમકી આપી તેના ઘરેથી કાર પણ ઉઠાવી ગયા હતા.

વેપારીએ જે માલ ખરીદ્યો હતો તે પણ ચોરીનો હોવાનું કહીને વ્યાજખોરો તેને ધમકી આપતા હતા. અંતે કંટાળીને વેપારીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસને વેપારીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેને આધારે પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ આ વ્યાજખોરોની શોધ ચલાવી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ ખરેખર શું હકીકત હતી તે સામે આવશે.

થોડા સમય પહેલા વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓથી લઈને અનેક લોકોએ આપઘાત કરતા ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હતી. જોકે ફરીથી તેમમે માથુ ઉચક્યું હોવાનું આ બનાવને પગલે જણાઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ