Not Set/ સાધ્વીનું વધુ એક વિવાદિત નિવેદન, દિગ્વિજયને બતાવ્યા શૈતાન

ભોપાલથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદિત નિવેદનનાં કારણે ચર્ચામાં બની રહી છે. એક વિવાદ શાંત ન થાય અને બીજા વિવાદમાં કૂંદી પડવુ જાણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં સ્વભાવમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ભોપાલથી ચુંટણી લડી રહી પ્રજ્ઞા ઠાકુર અને કોંગ્રેસનાં દિગ્વિજય બંન્ને આ ચુંટણીમાં આમને સામને છે. ત્યારે એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા […]

Top Stories India Politics
sadhvi pragya digvijay singh સાધ્વીનું વધુ એક વિવાદિત નિવેદન, દિગ્વિજયને બતાવ્યા શૈતાન

ભોપાલથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદિત નિવેદનનાં કારણે ચર્ચામાં બની રહી છે. એક વિવાદ શાંત ન થાય અને બીજા વિવાદમાં કૂંદી પડવુ જાણે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં સ્વભાવમાં હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ભોપાલથી ચુંટણી લડી રહી પ્રજ્ઞા ઠાકુર અને કોંગ્રેસનાં દિગ્વિજય બંન્ને આ ચુંટણીમાં આમને સામને છે. ત્યારે એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ કડીમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે દિગ્વિજય સિંહ પર નિશાનો સાધતા તેમને શૈતાન બતાવ્યા છે.

sadhvi pragya on bike સાધ્વીનું વધુ એક વિવાદિત નિવેદન, દિગ્વિજયને બતાવ્યા શૈતાન

ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ સામે ચુંટણી લડી રહી છે. સાધ્વી પર પોતાના નિવેદનને સતત નીચા ક્રમ તરફ લઇ જતા હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આ વખતે ફરી તેણે એક વિવાદિક નિવેદનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે. પ્રજ્ઞા ઠાકુરે દિગ્વિજય સિંહનું નામ લીધા વિના કહ્યુ કે, જનતા અસલિયત જાણે છે કે, સંત કોણ છે અને શૈતાન કોણ.

lok sabha polls pragya thakur at meeting a81aab58 6273 11e9 b92f deef78e36bd1 સાધ્વીનું વધુ એક વિવાદિત નિવેદન, દિગ્વિજયને બતાવ્યા શૈતાન

ભોપાલથી ચુંટણી લડી રહી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પ્રચાર પ્રસાર દરમિયાન જનતાનો સાથે સીધો સંવાદ કરવા મોટર સાઇકલનો સહારો લઇ રહી છે. ગુરુવારે પણ તે મોટર સાઇકલમાં પ્રચાર માટે નિકળી હતી. મીડિયાનાં સાવાલોનાં જવાબમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે, ભોપાલની જનતા મને ભરપૂર સમર્થન આપી રહી છે. આ દરમિયાન જ્યારે કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ દ્વારા ભગવા એજન્ડા સાથે કામ કરવાનાં આરોપ પર સવાલો કરવામાં આવ્યો ત્યારે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ  કે, નકલચી લોકો છે, જનતા અસલિયત જાણે છે, સંત કોણ છે અને શૈતાન કોણ.