Crime/ અસલામત અમદાવાદ માં વધુ એક છેડતીનો બનાવ બન્યો

જુનાવાડજમાં 45 વર્ષીય મહિલા તેના પતિ, બે દિકરી અને એક દિકરા સાથે રહે છે. મહિલા સફાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મહિલા પહેલા મહિલા ઘરે હાજર હતી, ત્યારે તેની 16 વર્ષની દિકરી રડતી રડતી ઘરે આવી હતી અને જણાવ્યું હતુ કે, તેમના પાડોશમાં રહેતો મુકેશ પરમાર છેલ્લા છ મહિનાથી હેરાન કરે છે. […]

Ahmedabad Gujarat
girl rape અસલામત અમદાવાદ માં વધુ એક છેડતીનો બનાવ બન્યો

જુનાવાડજમાં 45 વર્ષીય મહિલા તેના પતિ, બે દિકરી અને એક દિકરા સાથે રહે છે. મહિલા સફાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મહિલા પહેલા મહિલા ઘરે હાજર હતી, ત્યારે તેની 16 વર્ષની દિકરી રડતી રડતી ઘરે આવી હતી અને જણાવ્યું હતુ કે, તેમના પાડોશમાં રહેતો મુકેશ પરમાર છેલ્લા છ મહિનાથી હેરાન કરે છે. તે હાથ પકડીને તુ મારી સાથે પ્રેમ નહીં કરે તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આવી વાતની જાણ મહિલાને થતા તે તેના પતિ સાથે મુકેશના ઘરે ગઈ હતી અને મુકેશ તેનો મોટો ભાઈ રમેશ તેની પત્ની ભારતી તથા દાનાભાઈ પરમારને હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી દીકરીને હેરાન કરવાનું બંધ કરી દો.

જો કે આ ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે તમારી છોકરીને અમાર ઘરે જ લાવીશ તમારાથી થાય તે કરી લેજો . જેથી મહિલા અને તેનો પતિ ઘરે પરત આવતા રહ્યા હતા. જો કે મુકેશ અવાર નવરા 16 વર્ષીય દિકરીનો પીછો કરી હેરાન કરવાનું ચાલુ રાખ્યુ હતુ. જેથી મહિલાએ તેની દિકરીને ઘરની બહાર જવા દેતી ન હતી, તેમ છતા મુકેશ તેના ઘર પાસેથી આટા ફેરા કરતો હતો. એક દિવસ 16 વર્ષીય દિકરી ઘરના કામ માટે બહાર ગઈ ત્યારે મુકેશે તેનો હાથ પકડી લીધો હતો જેથી 16 વર્ષીય દિકરીએ બુમા બુમ કરી હતી જો કે તેની માતા ત્યાં પહોંચી ગઈ હતી.

ત્યારે આ ચારેય જણા કહેવા લાગ્યા હતા કે, તમારી દીકરી અમારા ઘરની વહુ બનશે તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહી ઝપાઝપી કરવા લાગ્યા હતા. તેમ છતા મહિલા તેની દીકરીને લઈને ઘરે આવી અને આબરુ ના જાય તે માટે આ વાતની જાણ કોઈને કરી ન હતી. ત્યારબાદ અવાર નવાર મુકેશ મહિલાની દિકરીને હેરાન કરતો હોવાથી તંગ આવેલી મહિલાએ મુકેશ તથા તેના પરિવાર ના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી વાડજ પોલીસે ચારેયના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.