Toll Tax/ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે વધુ એક મોટો ઝટકો, દેશમાં આજે મધરાતથી ટોલ ટેક્સમાં વધારો

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં 10 થી 65 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે નાના વાહનો માટે 10 થી 15 રૂપિયા અને કોમર્શિયલ વાહનો માટે 65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Top Stories India
પેટ્રોલ- ડીઝલની

પેટ્રોલ- ડીઝલની વધતી કિંમતો વચ્ચે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઈએ કે, આજે રાત્રે 12 વાગ્યાથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થઈ જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સમાં 10 થી 65 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે નાના વાહનો માટે 10 થી 15 રૂપિયા અને કોમર્શિયલ વાહનો માટે 65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હવે 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી કરવા માટે લોકોએ વધુ પૈસા ચૂકવવા પડશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીને જોડતા મોટાભાગના હાઈવે પર ટોલ ટેક્સમાં ઓછામાં ઓછો 10 ટકાનો વધારો થયો છે. કિંમતોમાં વધારા બાદ હવે કાર માલિકોએ ઓછામાં ઓછો 5 રૂપિયા વધુ ટેક્સ ચૂકવવો પડશે. ઉત્તર પ્રદેશ-હરિયાણામાં આવતા કુંડલી-માનેસર-પલવલ હાઈવે પર હવે કારમાંથી 1.46 રૂપિયાના બદલે લોકો પાસેથી પ્રતિ કિલોમીટર 1.61 રૂપિયા ટોલ વસૂલવામાં આવશે.

નોંધનીય છે કે નોઇડા-આગ્રા, આગ્રા-લખનઉ એક્સપ્રેસવે અને મેરઠ-હરિદ્વાર હાઇવે પર ટોલ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે આ હાઈવે પરનો ટોલ ટેક્સ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વધી શકે છે. રાજધાની દિલ્હીમાં સરાય કાલે ખાનથી ડાસના ગાઝિયાબાદ વચ્ચે કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં.

NHAI અનુસાર, જો દિલ્હીના સરાય કાલે ખાનથી ચડતા વાહનો રસુલપુર સિક્રોડ (અંતર 31 કિમી) પર ઉતરે છે તો લોકોએ 100 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. ઉપરાંત, જો તમે સરાય કાલે ખાનથી ભોજપુર (અંતર 45 કિમી) સુધી ઉતરો છો, તો 130 રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. એ જ રીતે લોકોએ રસુલપુર સુધી બસ અને ટ્રક માટે રૂ. 345, ભોજપુર સુધી રૂ. 435 અને મેઇન પ્લાઝા કાશી સુધી રૂ. 520 ચૂકવવા પડશે.

આ પણ વાંચો : કેજરીવાલના ઘરે હોબાળો કરનાર 8 લોકોની પોલીસે કરી ધરપકડ,જાણો વિગત

આ પણ વાંચો : દિલ્હી સહિત ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી, હવામાન વિભાગે આપી આ ચેતવણી

આ પણ વાંચો :પાંચ રાજ્યોની 8 રાજ્યસભાની બેઠકો માટે આજે મતદાન,જાણો વિગત

આ પણ વાંચો :હવે જામીન મળ્યા બાદ કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા થશે ઝડપી, CJI એનવી રમણા આજે ફાસ્ટર સિસ્ટમ લોન્ચ કરશે