Tathya Patel Case/ ઇસ્કોન બ્રિજ કેસમાં વધુ એક કૌભાંડ, જગુઆર કાર ખોટી સહી કરી છોડાવાઈ

અમદાવાદમાં નવ જણને કચડી નાખનારા તથ્ય પટેલનો ઇસ્કોન બ્રિજ કેસ હવે કૌભાંડનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. દરેક જણ તેમાથી રળવાની ફિરાકમાં હોય તેમ લાગે છે. ઇ ટ્રાયલ કોર્ટમાં ક્રિશ વારિયાની ખોટી સહી કરીને કોઈ જગુઆર કાર છોડી ગયું છે. હવે આ કોણ છોડાવી ગયું તેની ખબર સુદ્ધા પણ નથી.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 7 3 ઇસ્કોન બ્રિજ કેસમાં વધુ એક કૌભાંડ, જગુઆર કાર ખોટી સહી કરી છોડાવાઈ

Ahmedabad News:  અમદાવાદમાં નવ જણને કચડી નાખનારા તથ્ય પટેલનો ઇસ્કોન બ્રિજ કેસ હવે કૌભાંડનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. દરેક જણ તેમાથી રળવાની ફિરાકમાં હોય તેમ લાગે છે. ઇ ટ્રાયલ કોર્ટમાં ક્રિશ વારિયાની ખોટી સહી કરીને કોઈ જગુઆર કાર છોડી ગયું છે. હવે આ કોણ છોડાવી ગયું તેની ખબર સુદ્ધા પણ નથી.

હવે તથ્ય પટેલે કરેલા કાંડમાં ઉપયોગમાં લેવાયેલી જગુઆર કારને કોઈ રજિસ્ટ્રાર સામે સોગંદનામુ કર્યા વગર જ છોડાવી જતા ચકચાર મચી ગઈ છે. હવે આ કાર કોણ છોડાવી ગયુ તેને શોધવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પણ આગામી દિવસોમાં સુનાવણી થશે.

જગુઆર કારના મૂળ માલિક ક્રિશ વારિયાની ખોટી સહી કરીને આ કેસનો બધો સામાન મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપતા દેવાતા કાર કોઈ અજાણી વ્યક્તિને છોડાવી ગયું છે. તથ્ય પટેલ સામેના ગુનામાં તપાસમાં કારની મહત્વની ભૂમિકા છે. હજી ચાર્જ પણ ફ્રેમ થયા નથી તે પહેલા જ કાર નકલી સહી કરીને છોડાવી જતા સ્પષ્ટપણે આગામી સમયમાં આ કેસ નબળો પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે તેમ કહી શકાય.

અજાણી વ્યક્તિ સામે તપાસ કરવા માટે દાદ માંગવામાં આવી છે. કોઈપણ કેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલને પરત મેળવવા માટે પરચૂરણ અરજી કરવી પડે છે, તેમા માલિકે સોગંદનામુ રજિસ્ટ્રાર સમક્ષ કરવાનું હોય છે. તપાસમાં ખબર પડી કે આવું કોઈ સોગંદનામુ જ કરવામાં આવ્યું નથી.

હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે ટ્રાયલ કોર્ટમાં બનાવટી સહીઓ સાથે કોઈ કેસની મહત્ત્વની કડી ગુમ કરાવવા માંગે છે. નકલી સહીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલીને તેની પ્રમાણભૂતતા તપાસવા માંગ કરાઈ છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે જગુઆર કાર મૂળ ક્રિશ વારિયા નામના વ્યક્તિની છે. આગામી દિવસોમાં તથ્યના કેસમાં આરોપનામુ ઘડાવવાનું છે તે પહેલા કોઈ ક્રિશ વારિયાની ખોટી સહી કરીને કાર છોડાવવા જતાં કેસને નુકસાન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ