T20 WorldCup/ ‘મારો મુજે મારો’ વીડિયોથી ફેમસ થયેલા પાકિસ્તાની ફેનનો વધુ એક Video વાયરલ

મોમિન સાકિબ એ જ પાકિસ્તાની ફેન છે, જેનો વીડિયો ODI વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનની હાર બાદ ખૂબ જ ચર્ચામાં હતો, આ જ વીડિયો પછી આ શખ્સ સમગ્ર દુનિયામાં ફેમસ થઈ ગયો હતો.

Sports
મોમિન સાકિબ

આ વર્ષનાં ICC T20 વર્લ્ડકપમાં 24 ઓક્ટોબરનાં રોજ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ જોવા મળશે અને ફરી એકવાર, આ બંને દેશોનાં પ્રશંસકોએ હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચમાંથી એકની મજા માણીને મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધુ છે. તેમાં બ્રિટિશ-પાકિસ્તાની પ્રભાવક મોમિન સાકિબ (Momin Sakib) નો પણ સમાવેશ થાય છે, જેને ‘મારો મુજે મારો’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આ મેચ પહેલા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો – T20 WorldCup / BCCI નો મોટો નિર્ણય, ભારત-પાકિસ્તાન મેચ પહેલા આ ચાર ખેલાડીઓ ભારત પરત ફરશે

આપને જણાવી દઇએ કે, મોમિન સાકિબ એ જ પાકિસ્તાની ફેન છે, જેનો વીડિયો ODI વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનની હાર બાદ ખૂબ જ ચર્ચામાં હતો, આ જ વીડિયો પછી આ શખ્સ સમગ્ર દુનિયામાં ફેમસ થઈ ગયો હતો. ICC 2019 વર્લ્ડકપ દરમિયાન, મોમિન સાકિબ ભારત સામે 89 રને હાર્યા બાદ સરફરાઝ અહેમદની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ સામે તેના ક્રોધને લઇને ફેમસ બન્યો હતો. એક વીડિયોમાં તેણે મેચની પૂર્વ સંધ્યાએ પિઝા અને બર્ગર ખાવા બદલ પાકિસ્તાની ટીમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ટીમે તેની ફિટનેસની અવગણના કરી હતી. આ પછી મીમ્સની સીરીઝ શરૂ થઈ જ્યાં સાકિબનાં શબ્દો ‘મારો મુજે મારો’ દેશી મીમ્સ ટ્રેન્ડ બની ગયુ હતુ. આ શખ્સ ફરી એકવાર ભારત-પાક મેચ પર કઇંક નવુ બોલ્યો છે. મોમિને કહ્યું કે, બે જ મેચ છે, એક ઈન્ડો-પાક મેચ અને બીજી આમિર ખાનની લગાન ફિલ્મવાળી મેચ. જે તમારો શ્વાસ રોકે છે, એ દિવસો જ માણસો યાદ કરે છે અને આ મહિનાની 24મી માર્ચે પણ એવું જ થવાનું છે. મોમિને વધુમાં કહ્યું કે, ખુદાનાં સોગંદ એવું લાગે છે કે, 2019ની મેચ ગઈકાલે પૂરી થઈ છે, સમયની ખબર જ નથી પડતી. પાકિસ્તાન માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી આ શખ્સ શેડો બોલિંગ અને બેટિંગ કરવાની એક્ટિંગ કરતો જોવા મળે છે.

https://www.instagram.com/reel/CVF-AR4DzbG/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – T20 WorldCup / આ ખેલાડીઓ પહેલીવાર અનુભવ કરશે ભારત-પાકિસ્તાન મેચનું દબાણ

મોમિને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો છે. લોકોએ તેને ખૂબ ઝડપથી શેર કરવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ આના પર પાકિસ્તાન પર કટાક્ષ પણ કર્યો છે. આપને જણાવી દઈએ કે, T​​20 વર્લ્ડકપ 2021 માં ભારત-પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરે રમાશે. વોર્મ અપ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પણ ધૂળ ચટાવી હતી. ભારતીય ટીમે બતાવ્યું છે કે તે આ ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દરેકની નજર ભારત અને પાકિસ્તાન સામેની શાનદાર મેચ પર ટકેલી છે.

જુઓ મોમિનનો વર્ષ 2019 નો વાયરલ વીડિયો…

https://youtu.be/eStCOaF_8As