નિમણુક/ ખેડા જિલ્લામાં પસંદગી પામેલા શિક્ષકોને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા

ખેડા જિલ્લામાં શિક્ષકોને ભરતી અગેના નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે.

Gujarat
ખેડા ખેડા જિલ્લામાં પસંદગી પામેલા શિક્ષકોને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા

રાજ્યમાં હાલ શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે તમામ પસંદગી પામેલા શિક્ષકોને નિમણૂંક પત્ર આપવામાં આવે છે. ખેડા જિલ્લાના 99 શિક્ષકોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ભરતી કાર્યક્રમ ગાંધીનગરથી ઓનલાઈન રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ પસંદ થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમ જ શિક્ષકોના પરિવારજનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.

શિક્ષકોની નિમણૂંકપત્રોની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ઓફલાઇન શિક્ષણ શક્ય ન હોવાથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ રાખવામાં આવ્યુ છે. આથી બાળકોના ભવિષ્ય પર અસર ન પડે, વાલીઓ મૂંઝવણમુક્ત બને અને શિક્ષકે બાળકનું સારા ભાવિનો પાયો નાખનારા ભગવાન સમાન ગુરૂ છે. આપણે પહેલાનો દરજ્જો આપણે હંમેશા શિક્ષકને આપ્યો છે. હાલના સમયમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષથી માસ પ્રમોશન મળી રહ્યુ છે. જેની નોંધ સૌ શિક્ષકમિત્રો લે અને વિદ્યાર્થી કોઈ માહિતીથી વંચિત ન રહે અને સારૂ શિક્ષણ કાર્ય આ સમયમાં તેમને મળે. કારણ કે, આજનું બાળક ભવિષ્યનું ભારત છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોએ વિડીયો કોન્ફરન્સની મારફતે પોતાના પ્રતિભાવ આપ્યો હતો.ખેડા જિલ્લામાં 99 જેટલા નવનિયુકત શિક્ષકોને નિમણૂકપત્રો નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાના હસ્‍તે એનાયત કરવામાં આવ્યા હતા.