Hadwad/ પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયાની પ્રદેશ ભાજપનાં ઉપપ્રમુખ પદે નિયુક્તિ

આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનનાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ પદે જયંતીભાઈ કવાડિયાની પસંદગી છતા હળવદ ભાજપના કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે…

Gujarat Others
Makar 63 પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયાની પ્રદેશ ભાજપનાં ઉપપ્રમુખ પદે નિયુક્તિ

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ –  મોરબી

આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનનાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ પદે જયંતીભાઈ કવાડિયાની પસંદગી છતા હળવદ ભાજપના કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓએ સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરી કવાડિયા ની નિમણૂક ને વધાવી લીધી હતી.

આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં હળવદ ધાંગધ્રા ના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા ની પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિમણૂક થતા હળવદ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી છવાઇ છે કાર્યકર્તાઓ હળવદ સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા ફોડી જયંતીભાઈ કવાડીયા ને પ્રદેશ ભાજપ ના સંગઠનમાં પસંદગી થતાં અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, શહેર પ્રમુખ અજય ભાઈ રાવલ,પાલિકાના કારોબારી ચેરમેન અશ્વિન ભાઈ કણજરીયા ,રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ ,હિતેશભાઈ લોરીયા, નવીનભાઈ પટેલ, વિજયભાઈ પટેલ ,અશોકભાઈ પ્રજાપતિ ,રવિભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો