assembly-elections-2022/ ભાજપમાં ટિકિટ ન મળ્યાની નારાજગી ટાળવા ગમે ત્યારે બોર્ડ નિગમોમાં નિમણૂકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગી, વિવિધ જૂથોને મનાવવાની, અમુકને સીધા કરવાની તથા તેની સાથે પક્ષમાં અસંતોષ ઠારવા માટેની રાજકીય કવાયત વેગવંતી બની છે. તેના પગલે ચૂંટણીની ટિકિટો ન મળવાની નારાજગી ટાળવા ગમે ત્યારે બોર્ડ નિગમોમાં નિમણૂક કરવામાં આવી શકે છે.

Top Stories Gujarat
Modi Amit shah ભાજપમાં ટિકિટ ન મળ્યાની નારાજગી ટાળવા ગમે ત્યારે બોર્ડ નિગમોમાં નિમણૂકો
  • PM હાઉસમા ગઈકાલે બેઠક કર્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહ પાછા ગુજરાત આવશે
  • શાહ ભાજપ કાર્યાલય કમલમે જશે અને વિવિધ આગેવાનોની સાથે બેઠકોનો દોર યોજશે
  • પીએમની પટેલ અને પાટિલ સાથેની બેઠકમાં પણ અમિત શાહ હાજર હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગી, વિવિધ જૂથોને મનાવવાની, અમુકને સીધા કરવાની તથા તેની સાથે પક્ષમાં અસંતોષ ઠારવા માટેની રાજકીય કવાયત વેગવંતી બની છે. તેના પગલે ચૂંટણીની ટિકિટો ન મળવાની નારાજગી ટાળવા ગમે ત્યારે બોર્ડ નિગમોમાં નિમણૂક કરવામાં આવી શકે છે.

આ દિશામાં ગૃહપ્રધાન અમિત શાહ ગઈકાલે બપોરે જ ગુજરાતથી દિલ્હી ગયા હતા. જ્યા CM+CR+ રત્નાકર અને KK સાથે PM હાઉસમા મોડી રાત સુધી ચાલેલી બેઠકમા હાજર હતા. આના પગલે અટકળો સેવાઈ રહી છે કે નારાજને મનાવવા આજકાલમાં જ બોર્ડ નિગમોમા નિયુક્તિની શક્યતાઓ છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા 50 થી વધુ બોર્ડ નિગમોમાં રાજકીય નેતાઓને નિમણૂક આપી શકે છે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી એકદમ નજીક આવી ગઈ છે, સત્તાપક્ષ ભાજપ ચૂંટણીને લઈ તમામ પાસાઓને ધ્યાને રાખી રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. 2017ની વિધાનસભા ની ચૂંટણી કરતા 2022માં પડકારો અને રાજકીય સમીકરણો  અલગ દેખાઈ રહ્યા છે. ત્યારે લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણુંક કરી અસંતોષ ખાળવાની સાથે ભાજપના આગેવાનોને સાચવવાની વ્યૂહરચના બનાવી છે,આગામી દિવસોમાં ગુજરાતમાં 56 જેટલા બોર્ડ નિગમોમાં રાજકીય નિમણૂક કરવામાં આવી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમા પ્રથમવાર ભાજપ સામે કૉંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે, જેથી ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સત્તાપક્ષ ભાજપ પાટીદાર આંદોલનને ખાળ્યા બાદ પણ મજબૂત સ્થિતિમાં નથી જોવા મળી રહી. વર્ષોથી ભાજપ સામે લડત આપતી કોંગ્રેસ નામશેષ થવા તરફ આગળ વધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી ભાજપ સામે લડવા મથી રહી છે. ચૂંટણીની આ સ્થિતિની વચ્ચે ભાજપ ટિકિટ વહેંચણીમાં અસંતોષ ઉભા ન થાય એ માટે પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લેવા માંગે છે.

ભાજપ લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણૂકોનો દોર શરૂ કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નિમણુંકોને લઈ યાદી તૈયાર કરી હતી, જે બાદ  યાદીને આખરી ઓપ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ની બેઠકમાં આપવામા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,. ગુજરાત સરકાર અને સંગઠનમાં ચાલી રહેલી ખેંચતાણને જોતા બોર્ડ નિગમમાં નિમણૂક દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની મંજૂરી  મેળવવામાં આવી હતી, એટલું જ નહીં બોર્ડ નિગમની નિમણૂકોમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવની સાથે રાષ્ટ્રિય મહામંત્રી બી એલ સંતોષની પણ સક્રિય ભૂમિકા રહી છે.