Not Set/ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે આ લાયકાત જરૂરી

રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે

Gujarat Others Trending
સ૫ 2 લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે આ લાયકાત જરૂરી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની વિધાનગૃહમાં ચર્ચા દરમ્યાન સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે.

લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે યોગ્ય લાયકાત અમલી બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના વખતોવખતના ચુકાદાને સુસંગત સુધારા આ વિધેયકમાં સમાવિષ્ટ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

INDIA Andhra Pradesh, Islamic authorities urge government to recognize Koranic schools diplomas

શ્રમ કાયદામાં ફેરફાર / સેલેરી સ્ટ્રક્ચર, કામના કલાકો અને દિવસોમાં  આવશે મોટું પરિવર્તન

આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં શિક્ષણ મંત્રી  ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષક તરીકેની પસંદગીની લાયકાત પૂરી કરવા માટે નિયત કરેલા TAT પરીક્ષાના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લીધા સિવાય આવી પસંદગી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરિણામે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં શિક્ષકની ગુણવત્તાની પસંદગી માટેના નિયત થયેલા ધોરણો જળવાતા નથી અને TAT પરીક્ષાના પરિણામના આધારે પસંદગી પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં થતી ન હોવાથી તટસ્થ રીતે ગુણવત્તાયુકત આચાર્યો, શિક્ષકોની પસંદગી થઇ શકતી નથી

Salaries of 298 madrasa staff stopped in UP – TwoCircles.net

ફેરફાર / કોરોનાની સરકારી ભરતી પર અસર, એપ્રિલ મહિનામાં યોજાનારી GPSC ની પરીક્ષાઓમાં ફેરફાર,

અત્રે ઉલ્લેખનીય છે કે, અદાલતે સ્વયંસ્પષ્ટ કર્યુ છે કે શૈક્ષણિક સંસ્થા લઘુમતિ કે બહુમતી સંચાલિત છે તેને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય હિતમાં શિક્ષણની ગુણવત્તા સાથે કોઇ સમાધાન કરવું જોઇએ નહીં. શિક્ષકોની નિમણૂક માટે નિયમનકારી  મંડળ સ્થાપવાનો સરકારનો નિર્ણય લઘુમતિ સંસ્થાઓના વહીવટમાં દખલકર્તા નથી. ગુજરાત હાઇકોર્ટે પણ ર૦૧૩માં એક ચૂકાદો આપીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-૧૯૭રની કલમ-૪૦(ક)માં જરૂરી સુધારા કરવા સૂચવેલું છે.  તદઅનુસાર, અગાઉ લઘુમતી શાળાઓમાં સંચાલક મંડળની કમિટિ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરી TAT પરીક્ષાના ગુણાંકન ધ્યાને લીધા સિવાય ભરતી પ્રક્રિયા કરતી હતી. હવે, આ સુધારા વિધેયક પસાર થવાના પરિણામે રાજ્યની સરકારી અને અનુદાનિત ખાનગી માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-આચાર્ય  ઉમેદવારો માટે જે હાલ કેન્દ્રીયકૃત પદ્ધતિથી પસંદગી કરવાની પ્રક્રિયા અમલી છે તે જ પ્રક્રિયા લઘુમતિ સંસ્થાઓમાં પણ અમલી બનશે.