Not Set/ નવી ઔદ્યોગિક નીતિને કેબિનેટને ટૂંકસમયમાં અપાશે મંજૂરી

  આગામી બે સપ્તાહમાં નવી ઔદ્યોગિક નીતિને કેબિનેટની મંજૂરી મળશે તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું. ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન (ડીઆઈપીપી) વિભાગ દ્વારા નવી નીતિને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. તેના હેઠળ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેકસ કાઉન્સિલ જેવી કેન્દ્ર અને રાજ્યોને સમાવી લેતી એક સંસ્થા રચવામાં આવશે. તેનું કામ ઝડપી નિર્ણયો લેવાનું અને મહત્ત્વના […]

Top Stories India
111 1 નવી ઔદ્યોગિક નીતિને કેબિનેટને ટૂંકસમયમાં અપાશે મંજૂરી

 

આગામી બે સપ્તાહમાં નવી ઔદ્યોગિક નીતિને કેબિનેટની મંજૂરી મળશે તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું. ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન (ડીઆઈપીપી) વિભાગ દ્વારા નવી નીતિને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.

તેના હેઠળ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેકસ કાઉન્સિલ જેવી કેન્દ્ર અને રાજ્યોને સમાવી લેતી એક સંસ્થા રચવામાં આવશે. તેનું કામ ઝડપી નિર્ણયો લેવાનું અને મહત્ત્વના સુધારા કરવાનું હશે. તેમાં શ્રમ કાયદામાં સુધારો, ટેકસ જોગવાઈઓ એન્ડ લેન્ડ લીઝિંગ વગેરે આવરી લેવાશે.

અધિકારીએ જણાવ્યું કે ડ્રાફટ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં તેને કેબિનેટની વિચારણા માટે મોકલવામાં આવે તેવી શકયતા છે. અમારા નીતિનો હેતુ ભારતની ઔદ્યોગિક કાર્યક્ષમતા વધારવાનો અને આ સેકટરમાં મહત્તમ જોબ પેદા કરવાનો છે.

નવી નીતિ હેઠળ ઔદ્યોગિક વીજળીના દર ઘટાડવા માટે રહેણાક અને કૃષિ વપરાશ માટે વીજળીનો ખર્ચ સીધો ટ્રાન્સફર કરવામાં આવશે. તેમાં ધિરકાણ તથા કેશ ફલો માટે એક ખાસ પ્લેટફોર્મની રચના કરવામાં આવશે.

રહેણાક અને કૃષિ સેકટર માટેની વીજળીમાં સબસિડી મળતી હોવાથી ઉદ્યોગ માટેની વીજળીના દર ઉંચા છે. આ દર ઘટાડવા એ પોલિસીનો હેતુ છે અને તેનાથી બિઝનેસ કરવામાં મૂડીખર્ચમાં ઘટાડો થશે. ઉદાહરણ તરીકે વીજળીના ઉંચા ભાવના કારણે એલ્યુમિનિયમનું ઉત્પાદન બિનસ્પધર્ત્મિક બન્યું છે.