Not Set/ રીક્ષા, કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત,18 જેટલા લોકો ઘાયલ

અરવલ્લી, અરવલ્લીના બાયડના કાવઠ પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રીક્ષા, કાર અને બાઈક એમ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને 18 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં બાઈક અને રીક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. તો અકસ્માતને પગલે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

Gujarat Others Trending Videos
mantavya 1 57 રીક્ષા, કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત,18 જેટલા લોકો ઘાયલ

અરવલ્લી,

અરવલ્લીના બાયડના કાવઠ પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રીક્ષા, કાર અને બાઈક એમ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને 18 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં બાઈક અને રીક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. તો અકસ્માતને પગલે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કાવઠ પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રીક્ષા, કાર અને બાઈક વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે 18 લોકોને નાની મોટી ઈજા થઈ છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મેઈન રોડ પર થતા મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો, લોકોના ટોળે ટોળા અકસ્માત જોવા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલો હાથમાં લઈ ટ્રાફિકજામ દૂર કરી મૃતકને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.