ખેડૂતો હેરાન પરેશાન/ અરવલ્લીના ખેડૂતો પર આવ્યું મુશ્કેલીઓનું ‘માવઠું’

અરવલ્લી જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ સોમવારે સાંજે એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડાસા ઈસરોલ શામળાજી ટીંટોઈ જીવનપુર સહીત સમગ્ર જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો

Gujarat Others
ખેડૂતો

અરવલ્લી જિલ્લામાં ગત મોદી સાંજે પડેલા કરા સાથે વરસાદને પગલે ખેતી પાકમાં વ્યાપક નુકશાન થયું છે ખેડૂતોએ પોતના ખેતરોમાં તૈયાર થયેલો સૂકવવા મુકેલો પાક પલળી જતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Untitled 11 1 અરવલ્લીના ખેડૂતો પર આવ્યું મુશ્કેલીઓનું 'માવઠું'

અરવલ્લી જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ સોમવારે સાંજે એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડાસા ઈસરોલ શામળાજી ટીંટોઈ જીવનપુર સહીત સમગ્ર જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વાવાજોડા સાથે વરસાદ વર્ષ્યો હતો જેના પગલે જિલ્લામાં ખેતી પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતોએ ચાલુ રવિ સીઝનમાં વાવેતર કરેલો ઘઉંનો પાક તૈયાર થઇ જતા કાપીને ખેતરોમાં સુકાવવા મુક્યો હતો તેવામાં વરસાદ વરસતા પાક પલળી ગયો છે જેથી ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

Untitled 11 2 અરવલ્લીના ખેડૂતો પર આવ્યું મુશ્કેલીઓનું 'માવઠું'

ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ રવિ સીઝનમાં કુલ 1.79 લાખ  જમીનમાં ઘઉં ચણા બટાકા સહિતના જુદા જુદા પાકોનું વાવેતર કર્યું  હતું જેમાં સૌથી વધુ ઘઉંના પાકનું 79 હજાર હેક્ટર જમીનમાં વાવેતર ટયુ છે ચાલુ સાલે ખેડૂતોએ ગત વર્ષની સરખામણીયામાં મોંઘા ભાવે બિયારણ ખાતર ખેડનો ખર્ચ કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી,પરંતુ કમોસમી વરાસાદે ખેડૂતોના ઉભા પાકનો સોથ વળી દેતા ક્યાંક પાક પલળી જતા નુકશાન થયું છે તો ક્યાંક ઉભો પાક આડો પડી જતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા નુકશાની અંગે સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો:ગુજરાતમાંથી 400 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાયુંઃ એટીએસ-કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

આ પણ વાંચો:ભાવનગરમાં મૂંગા અને અબોલ જીવો માટે પાણીની કુંડીઓ

આ પણ વાંચો:ચીકી માફિયાઓને ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવાનો કારસો : હેમાંગ રાવલ

આ પણ વાંચો:ઉનાળામાં વરસાદે તારાજી સર્જી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો