Not Set/ અરવલ્લી/ ABVP કાર્યકરો દ્વારા સદબુદ્ધિ શાંતિ યજ્ઞનું આયોજન

અરવલ્લી જીલ્લા ABVP કાર્યકરો દ્વારા આ હિંસા મુદ્દે NSUIને જવાબદાર ગણાવીને સદબુદ્ધિ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ અમદાવાદ થયેલી હિંસા બાદ એનએસયુઆઈને ભગવાન સદબુદ્ધિ આપે તેવા આશય સાથે આ યજ્ઞ યોજવામાં આવતા બેનર સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય  ધવલસિંહ ઝાલા એ હાજરી આપી હતી. અરવલ્લી એબીવીપી દ્વારા એવો આક્ષેપ […]

Gujarat Others
yagn અરવલ્લી/ ABVP કાર્યકરો દ્વારા સદબુદ્ધિ શાંતિ યજ્ઞનું આયોજન
અરવલ્લી જીલ્લા ABVP કાર્યકરો દ્વારા આ હિંસા મુદ્દે NSUIને જવાબદાર ગણાવીને સદબુદ્ધિ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ગતરોજ અમદાવાદ થયેલી હિંસા બાદ એનએસયુઆઈને ભગવાન સદબુદ્ધિ આપે તેવા આશય સાથે આ યજ્ઞ યોજવામાં આવતા બેનર સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય  ધવલસિંહ ઝાલા એ હાજરી આપી હતી. અરવલ્લી એબીવીપી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો આતંકી સ્તરનું કૃત્ય ગતરોજ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેનો અમે બચાવમાં સામનો કર્યો હતો.
મંગળવારે ABVP અને NSUI વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં NSUI ના અગ્રણી નીખીલ સવાણી ઘાયલ થાય છે. અને હાલમાં અમદાવાદ VS  હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે.  કોંગ્રેસ દ્વારા તેના ઘેરા  પ્રત્યાઘાત પડ્યા છે. અને દરેક જીલ્લામાં આ ઘટનાને પગલે ધારણાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ABVP  દ્વારા આ ઘટના માટે NSUI ને જ જવાબદાર ઠેરવવા માં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.