Not Set/ હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા પ્લાન્ટ પરિસરમાં જ હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ

આજરોજ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રથમ તબક્કામાં 250 બેડની કોવિડ 19 હોસ્પિટલનું  માત્ર 72 કલાકમાં નિર્માણ કરવામાં આવ્યું.

Gujarat Others Trending
corona spread 2 હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા પ્લાન્ટ પરિસરમાં જ હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ
  • રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી, લક્ષ્મી મિત્તલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા

આજરોજ સુરતના હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પ્રથમ તબક્કામાં 250 બેડની કોવિડ 19 હોસ્પિટલનું  માત્ર 72 કલાકમાં નિર્માણ કરવામાં આવ્યું. જેને આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ જી ગુજરાતસરકારના રાજયકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી,  ધારાસભ્ય ઝંખનાબેનપટેલ, ઉપસ્થિતિમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ 250  બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે  લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી, અને કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 41 હજારથી વધારીને 92 હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ પહેલ આવકારદાયક છે.

ગુજરાતમાં સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ  ઓક્સિજન ઉત્પાદનને  30 ટકા  વધારી  185 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના  દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.

આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ માટે ઉત્પાદિત ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોવાથી તેનું પરિવહન સંભવ નહીં હોવાથી આ ગેસ ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી સ્ટીલ પ્લાન્ટમાં જ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હોય અને તે પણ ઐતિહાસિક સમયમાં એવી આ પ્રથમ ઘટના હશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસના સતત પરામર્શમાં રહીને સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ તથા સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીના સહયોગથી હજીરામાં આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ના મેનેજમેન્ટ દ્વારા  માત્ર 72  કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં 1000  બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ ઝડપથી  કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે.

nitish kumar 4 હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિ. દ્વારા પ્લાન્ટ પરિસરમાં જ હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ