#TokyoOlympic2021/ તીરંદાજ પ્રવીણ જાધવને વતન પરત ફરતા જ મળી ધમકી

આવી જ એક ઘટના પ્રવીણ જાધવનાં પરિવાર સાથે બની હતી, જેમણે તીરંદાજ તરીકે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરેશાન પ્રવીણનાં માતા-પિતાએ હવે ગામ છોડવાની વાત શરૂ કરી છે. 

Sports
પ્રવીણ

ટોક્યો ઓલિમ્પિકમાં તીરંદાજ પ્રવીણ જાધવને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન આ વર્ષે ખૂબ જ સારુ રહ્યુ છે. એક તરફ જ્યાં દેશ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓને સન્માન આપી રહ્યો છે. ત્યારે, કેટલાક ખેલાડીઓ એવા છે કે જેમના પરિવારોને આ વાતાવરણમાં પણ ધમકી આપવામાં આવી રહી છે.

11 195 તીરંદાજ પ્રવીણ જાધવને વતન પરત ફરતા જ મળી ધમકી

આ પણ વાંચો – #TokyoOlympic2021 / નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ દેશનાં પ્રખ્યાત રમતવીર મિલ્ખા સિંહને કર્યો સમર્પિત

આવી જ એક ઘટના પ્રવીણ જાધવનાં પરિવાર સાથે બની હતી, જેમણે તીરંદાજ તરીકે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરેશાન પ્રવીણનાં માતા-પિતાએ હવે ગામ છોડવાની વાત શરૂ કરી છે. પ્રવીણનાં માતા-પિતા મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં સારદેન ગામમાં રહે છે. જ્યાં તેમના પડોશીઓ ધમકી આપી રહ્યા છે અને તેમને પોતાનું ઘર બનાવવામાં રોડા નાખી રહ્યા છે. પ્રવીણ જાધવનાં પિતા રમેશ જાધવ કહે છે કે, ઘર અને જમીન તેમની છે. તેઓ તેના પર બાંધકામ કરવા માંગે છે પરંતુ પડોશીઓ તેમને ઘરનું કામ શરૂ કરવા દેતા નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો તેમને ગામ છોડવાની ફરજ પડશે. મળતી માહિતી મુજબ પ્રવીણ જાધવ મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનો રહેવાસી છે. સરાડે ગામમાં બે ઓરડાનાં મકાનમાં સમગ્ર પરિવાર રહે છે. પ્રવીણનાં પિતા રમેશ જાધવનું કહેવું છે કે, બે રૂમનાં ઘરમાં જીવવું મુશ્કેલ છે. એટલા માટે તેઓ વધુ રૂમ બનાવવા માંગે છે. પરંતુ પડોશીઓ આવું થવા દેતા નથી.

11 196 તીરંદાજ પ્રવીણ જાધવને વતન પરત ફરતા જ મળી ધમકી

આ પણ વાંચો – ઓલિમ્પિક પદક વિજેતા / BCCI ઓલિમ્પિક વિજેતાઓનું સન્માન કરશે, મેડલ જીતનાર ખેલાડીઓને મળશે આટલા રૂપિયા

ટોક્યોથી પરત આવેલા પ્રવીણ જાધવે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તેના માતા-પિતા સેતી મહામંડળમાં મજૂર હતા. આ મહામંડળની જમીન હતી, જે મહામંડળ દ્વારા તેના માતા-પિતાને આપવામાં આવી હતી. પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે તે સમયે ઘર તેના પર બનાવી શકાયું ન હોતું. મહામંડળે આ જમીન તેમને મૌખિક આપી હતી, તેની લીઝ આપવામાં આવી ન હોતી. પ્રવીણ કહે છે કે, સેનામાં નોકરી મળ્યા બાદ તેની આર્થિક સ્થિતિ થોડી સુધરી હતી, તેથી તેના પરિવારે આ જમીન પર મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. તે સમયે બે રૂમ બનાવવામાં આવ્યા હતા. આ અંગે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ પાછળથી જ્યારે તેઓએ મોટું ઘર બનાવવાનું શરૂ કર્યું, ત્યારે પડોશીઓએ તેમના માતા-પિતાને ધમકી આપવાનું શરૂ કર્યું.