Not Set/ શું ઉજળિયાત સમાજનાં લોકો જ સંસ્કારી હોય !? શું ગરીબાઈ કે દરિદ્રતાનો ભોગ બનેલા દિલનાં ધનવાન ન હોય !?

“એય, ઉભી રે અલી.” બારેક વષૅની માંગવાવાળી છોકરીને પત્નીએ બૂમ પાડી ઉભી રાખી. “બેન, પાણી આપજો અને એક પ્લાસ્ટિકની થેલી પણ, હો” છોકરી બોલી. આમ તો મારી પત્ની સ્વભાવની ખૂબ સારી. દયાળુ પણ જરા બબડે ય ખરી.

Trending
nilesh dholakiya શું ઉજળિયાત સમાજનાં લોકો જ સંસ્કારી હોય !? શું ગરીબાઈ કે દરિદ્રતાનો ભોગ બનેલા દિલનાં ધનવાન ન હોય !?

“એય, ઉભી રે અલી.” બારેક વષૅની માંગવાવાળી છોકરીને પત્નીએ બૂમ પાડી ઉભી રાખી. “બેન, પાણી આપજો અને એક પ્લાસ્ટિકની થેલી પણ, હો” છોકરી બોલી. આમ તો મારી પત્ની સ્વભાવની ખૂબ સારી. દયાળુ પણ જરા બબડે ય ખરી. એટલે બોલી “હવે માંગવાવાળાને પણ જુઓને કેવો પાવર આવ્યો છે ! રોજ વટથી ઠંડુ પાણી, તાજું ખાવાનું જોઈએ ને પેકિંગ માટે કોથળી ય માંગે, બોલો !” મેં મજાક કરી પત્નીને કહ્યું કે, “પાંચ રૂપિયાની દાળ એની પાસેથી લઈને ટેસ્ટ કર. આપણી ખાવાનું કરવા વાળીને પણ ટેસ્ટ કરાવ એટલે મઢીની દાળનો ટેસ્ટ, મસાલા બદલતા કેટલો ઉઠાવ આપે છે એ ખબર પડે.”

આ પણ વાંચો – કોરોનાને આપી મ્હાત / દિલ્હીના CM કેજરીવાલે કોરોનાને હરાવ્યો, કહ્યું- હું તમારી સેવામાં પાછો આવ્યો છું

પેલી છોકરીને એક કોથળીમાં રોજ આપે એમ ખાવાનું આપ્યું તથા ઠંડુ પાણી આપ્યું. એ છોકરી જતી રહી. અડધો કલાક થયો ને પેલી માંગવાવાળી છોકરી અને એની માઁ પાછા આવ્યા. પત્નીએ કહ્યું, બેન ગરવામાં હવે રોટલી નથી, હતી એ બધી આપી દીધી તમને. ત્યાં તો પેલી છોકરીની માઁ બોલી, “બેન ફરી માંગવા નથી આવ્યા. તમે કદી કોઈને ખાલી હાથે જવા દેતા નથી. પણ કોથળીમાંથી તમારું આપેલું ખાવાનું કાઢતાં, આ નાકની ચુની નીકળી, એટલે અમે પાછી આપવા આવ્યા છીએ.”

અમે તો માઁ + દીકરીમાં ભગવાનની પ્રતિમા જોતાં ચુની લઈ લીધી. છોકરીને સો રૂપિયા આપતા હતા તો એની માઁ એ ન લીધા અને બોલી, “અમારા માટે તો તમે જ ભગવાન…કોઈ દિવસ અમારા જેવા ગરીબનો અનાદર નથી કયૉઁ.. તો અમેય માણસ છીએ..અમારામાં પણ ભાવના હોય. જો આ ચુની પાછી ન આપી હોત તો તમારા ઘેર માંગવાનો રોજ ખચકાટ થાત !” આમ બોલી છોકરીને લઈ જતી રહી. અંદરના અહમને કદી જગાડવા નહીં, ભૂખ્યા આવે દ્વારે તો ભગાડવા નહીં. તમને દીધું હોય કુદરતે અઢળક તો એક પડીકું દઈને આખા ગામમાં ઢોલ વગાડવા નહીં.

યાચક માઁ-દીકરી માટે કહી શકાય કે,
પડી નથી યુગોથી, એવી સવાર છું
કમ થતો નથી જે કદિ તે અંધાર છું
કોની મજાલ ! મને અડકી શકે જરા
જાત સાથે પોતે થયો હું પ્રહાર છું –
દેવાલયો ગયો છતાં સમજાયું છેવટે
મારો છે વાસ એમાં ને હું બહાર છું
જે તું કહે બધું જ ખરું માનવું નથી
માને ભલેને લોક બધા કે નકાર છું ;
તોફાન થાય તો જરા ડાળ સળવળે
સૂકાયેલા ઝાડ જેવો હું સૂનકાર છું !

મને વિચાર આવ્યો કે ‘આ જાડી ચામડીના , કરોડોનું કૌભાંડો કરનારાને આ બધું કેવી રીતે હજમ થતું હશે. ઈમાનદારીનો ગુણ એકલા ગરીબ, મધ્યમ વગૅને જ કદાચ આપ્યો હશે જેથી એ દુઃખી હોવા છતાં ભગવાન સાથે બનાવટ કરતા અચકાય છે ! હક્ક જમાવવો, જીતી લેવું, છીનવી લેવું, પડાવી લેવું…. જેવા માનવ સ્વભાવ દ્વારા વ્યક્તિ કે સંસ્થા પોતાની દુનિયા બનાવવા કેટકેટલાં કાવાદાવા કરે છે અને ઈશ્વરની નજરમાં હલકા બની જાય છે !

આ પણ વાંચો – Ahmedabad /  ઉત્તરાયણને લઈને શહેર પોલીસનું જાહેરનામું, ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે થશે કડક કાર્યવાહી

સંસ્કાર અને નીતિમત્તા એ વારસામાં મળેલી ભેટ છે. એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે. આમ થાય અને આમ ન જ થાય, આ જ પુણ્ય અને આ જ પાપ છે, આ જ ધર્મ છે એવું માત્ર કહેવાથી જ નહીં પરંતુ સદાચાર આચરવાથી સંભવે ! આપણે જ નક્કી કરીશું કે સમાજ કેવો હશે ? ઉપરોક્ત દ્રષ્ટાંતકથાના સહારે સુંદરતા, પવિત્રતા, આદર્શતા, માનવતા અને નીતિમત્તાને આગળ ધપાવીએ અને સમાજ તથા આગામી પેઢીમાં ય તેમનાં બીજનું રોપણ કરીએ…! પ્રણામ.