Beauty Tips/ ચહેરા પરના કાળા ડાઘથી છો પરેશાન? તો અપનાવો આ ટીપ્સ, મળશે છુટકારો..

સેન્સીટીવ ત્વચા હોવાના કારણે અને કાળા ડાઘથી જલ્દી છુટકારો પામવા માટે તેઓ કેટકેટલાય ઘરમાં ઉપાયો અજમાવતી હોય છે, તેમ છતાં પણ તેમની ત્વચામાં કોઈ જલ્દી ફેરફાર જોવા મળતો નથી.

Fashion & Beauty Lifestyle
કાળા ડાઘ

વાતાવરણનું બદલાવુ, પાણી પીવાની રીત, સંતુલિત ખોરાક લેવો અને સમયસર ન ઊંઘવાના કારણે કેટલાક લોકોને મોંઢા પર કાળા ડાઘ (બ્લેકેટ્‌સ)ની સમસ્યા રહે છે.આ ઉપરાંત તમારી ત્વચા જો તૈલી અથવા સુકી રહે છે, ત્યારે પણ લોકોમાં આ ફરિયાદનું કારણ બને છે. કદાચ દર બીજી વ્યક્તિની આ ફરિયાદ રહેતી હોય છે કે, કાળા ડાઘની સમસ્યાથી કેવી રીતે છુટકારો પામવો? ખાસ કરીને મહિલાઓમાં આ વધુ જાવા મળે છે.

આ પણ વાંચો :પુરૂષોની નપુંસકતા દૂર કરવા માટે વાનરના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરાશેઃવૈજ્ઞાનિકોનો દાવો

સેન્સીટીવ ત્વચા હોવાના કારણે અને કાળા ડાઘથી જલ્દી છુટકારો પામવા માટે તેઓ કેટકેટલાય ઘરમાં ઉપાયો અજમાવતી હોય છે, તેમ છતાં પણ તેમની ત્વચામાં કોઈ જલ્દી ફેરફાર જોવા મળતો નથી. મહિલાઓ આ માટે કેટલાક ફેશપેક પણ યુઝ કરતી હોય છે. કેટલાક ડોક્ટરોના જણાવ્યા મુજબ, મોંઢા પર કાળા ડાઘ ઘણા કારણસર પડી શકે છે.

સ્વાસ્થ્ય વર્ધક ખોરાક લો

જોકે, ડોક્ટરોનું કહેવુ છે કે આને રોકી પણ શકાય છે. જો તમે સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાઈ રહ્યા છો અને સમયસર ઊંઘ લો છો, તો તેનાથી કાળા ડાઘની સમસ્યા ઘણા અંશે રોકી શકાય છે.

આ પણ વાંચો : માર્ટા ગેજે 84 વર્ષની ઉંમરે વિમાન ઉડાડયું,મરતાં પહેલા અંતિમ વાર વિમાન ઉડાડવાની ઇચ્છા હતી

દિવસમાં બે થી ત્રણ વાર પાણીથી ચહેરો  ધોવો

આ ઉપરાંત હિમાલયા ડ્રગ કંપનીની સ્કિન કેયર વિશેષજ્ઞ ચંદ્રિકા મહિન્દ્રાએ મોંઢાની દેખભાળ સાથે સંબંધિત કેટલાક નુસખા આપ્યા છે. ચંદ્રિકા મહિન્દ્રાનું કહેવુ છે કે, પુરુષ અને મહિલાઓ બન્ને જ પોતાના મોંઢાને ફ્રેશ રાખવા માટે, મોંઢાને દિવસમાં બેથી ત્રણ વખત ધોવે.

a 409 ચહેરા પરના કાળા ડાઘથી છો પરેશાન? તો અપનાવો આ ટીપ્સ, મળશે છુટકારો..

સારુ  ફેશ વોશ વાપરો

આનાથી મોંઢા પર જામેલી ધૂળના ગંદા કણ બહાર નિકળી જાય છે. આ ઉપરાંત તમે પોતાની ત્વચા ટાઈપ માટે એક સારુ ફેશ વોશ પણ ઉપયોગ કરી શકો છો.

a 410 ચહેરા પરના કાળા ડાઘથી છો પરેશાન? તો અપનાવો આ ટીપ્સ, મળશે છુટકારો..

આ પણ વાંચો : શું તમે પણ ખાવ છો સોપારી? જાણો કેવી રીતે સ્વાસ્થ્યને આપે છે ફાયદો…

 પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો

કાળા ડાઘની સમસ્યા દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય છે કે શરીરમાં પાણીની અછત ન થવા દેવી, બને તેટલુ પાણી પીવાથી આ સમસ્યા ઝડપથી દૂર થતી જાવા મળે છે.

આ પણ વાંચો :ઘરે બનાવો બટાકાના મોમોસ,ખાવાની મજા પડી જશે