સ્ટોકહોમ સિન્ડ્રોમ/ સ્ટોકહોમ સિન્ડ્રોમ: એક એવી વિકૃતિ જેમાં ગુનેગાર પ્રત્યે જ સહાનુભૂતિ અને પ્રેમની લાગણીઓ અનુભવાય

સ્ટોકહોમ સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ છે જેનો કોઈપણ વ્યક્તિ શિકાર બની શકે છે. તેમાં પીડિત વ્યક્તિ જ ગુનેગાર પ્રત્યે સહાનુભૂતિ અનુભવવા લાગે. સ્ટોકહોમ સિન્ડ્રોમ એક મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે.

Health & Fitness Lifestyle
Stockholm Syndrome સ્ટોકહોમ સિન્ડ્રોમ: એક એવી વિકૃતિ જેમાં ગુનેગાર પ્રત્યે જ સહાનુભૂતિ અને પ્રેમની લાગણીઓ અનુભવાય

@Dhruv Kundel

આ સિંડ્રોમ ને કારણે 54% સ્ત્રીઓ ઘરેલુ હિંસા બાબતે આંખ આડા કાન કરે છે. Stockholm Syndrome સાંભળવામાં અલગ લાગતી આ વિકૃતિ એ ઘણી વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે. જે વ્યક્તિથી કોઈ શારીરિક, માનસિક, આવેગિક દુઃખ થયું હોય તેના જ પ્રેમમાં પાગલ થવું અથવા તેના વિશે જ વિધાયક ભાવ અનુભવવાની આ સમસ્યા છે. જેનો ભોગ પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ બને છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં શિહોરા નિધિ અને મોર ભારતી એ આ સમસ્યાનો અભ્યાસ કર્યો.

સ્ટોકહોમ સિન્ડ્રોમ શું છે?*
સ્ટોકહોમ સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ છે જેનો કોઈપણ વ્યક્તિ શિકાર બની શકે છે. Stockholm Syndrome તેમાં પીડિત વ્યક્તિ જ ગુનેગાર પ્રત્યે સહાનુભૂતિ અનુભવવા લાગે. સ્ટોકહોમ સિન્ડ્રોમ એક મનોવૈજ્ઞાનિક પ્રતિક્રિયા છે. સ્ટોકહોમ સિન્ડ્રોમ ધરાવતા લોકો પોતાની સાથે અયોગ્ય વર્તન કરનાર વ્યક્તિની સાથે જ માનસિક રીતે સંબધ બનાવે છે અને તેમની સાથે સહાનુભૂતિ રાખવાનું શરૂ કરે છે. ઘણી વખત વ્યક્તિ તેના અપહરણકર્તાને જ પ્રેમ કરવા લાગે છે. સ્ટોકહોમ સિન્ડ્રોમમાં, વ્યક્તિ તે વ્યક્તિ સાથે પણ બંધનયુક્ત સંબધ વિકસિત કરે છે જેણે તેનો દુરુપયોગ કર્યો હતો. આ લાગણીઓ ગુનેગાર પ્રત્યે પીડિતની સકારાત્મક લાગણીઓને મનોવૈજ્ઞાનિકો એક પ્રતિભાવ માને છે જેનો ઉપયોગ તેઓ આઘાત માંથી બહાર નીકળવા કરે છે.

સ્ટોકહોમ સિન્ડ્રોમના લક્ષણો શું છે?

સ્ટોકહોમ સિન્ડ્રોમના લક્ષણો ઘણા છે. જેમાના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.
● આવા લોકો શોષણ કર્તાની સાથે જ લાગણીથી જોડાયેલ રહે છે.
● પોતાનું શોષણ કરનાર વ્યક્તિની માન્યતાઓ અને વર્તુણકો પ્રત્યે સહાનુભૂતિ અનુભવે છે.
● પોલીસ,સત્તાધીશો કે તેના શુભચિંતકો પ્રત્યે નકારાત્મક લાગણી અથવા વ્યવહાર.
● ચીડિયાપણું અને બેચેની.
● ધ્યાનકેન્દ્રીત કરવામાં મુશ્કેલીઓ.
● અગાઉ અનુભવેલી ઘટનાઓનો આનંદ ના લઈ શકવો, નિષેધક અનુભવોને ભૂલી ના શકવા.

પુરુષો કરતા મહિલાઓમાં બમણાથી પણ વધુ
ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓમાં આવો જ ‘સ્ટોકહોમ સિન્ડ્રોમ’ જોવા મળ્યો છે. તેઓ એવા પુરૂષોનો બચાવ કરતી જોવા મળે છે કે જેઓ તેમને મારતા હોય છે, તેમને ઘરમાં કેદ રાખે છે, તેમનું જાતીય શોષણ કરે છે. ઘણી સ્ત્રીઓ ત્રાસ આપનાર પતિ કે પ્રેમી વિશે કહે છે કે તે ‘દિલથી સારો’ છે, પરંતુ ક્યારેક ‘હું તેને ગુસ્સે કરું છું’. તેઓ આવી પરિસ્થિતિ માટે પોતાને દોષી ઠેરવે છે અને વિચારે છે કે જો તેઓ પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરશે તો શોષણ બંધ થઈ જશે પણ એવું ક્યારેય થતું નથી.
ઘણીવાર જ્યારે આપણે આપણી આસપાસ થતી ઘરેલુ હિંસા કે દુર્વ્યવહાર વિશે જોઈએ કે સાંભળીએ છીએ, ત્યારે આપણા મગજમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે પીડિતા આટલા લાંબા સમયથી આ દુર્વ્યવહારને કેમ સહન કરી રહી છે? શા માટે તે ભાગી જતી નથી અથવા મદદ માટે પૂછતી નથી? આખરે એવી શી મજબૂરી હશે કે તે આટલો જુલમ સહન કરી રહી છે? દરેકને થતો આ પ્રશ્ન સંપૂર્ણપણે માન્ય છે. આપણે સમજી શકતા નથી કે શા માટે કોઈ વ્યક્તિ પોતાને પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી નથી, પરંતુ આપણે જાણતા નથી કે શોષણની (દુર્વ્યવહાર)માનસિક અસર કેટલી ઊંડી છે. ઘરેલું દુર્વ્યવહાર અને હિંસા ઘણીવાર પીડિતાનું જીવન બદલી નાખે છે. પીડિતા વિચારવા લાગે છે કે તેને તેના પોતાના કોઈ દોષની કે કર્મની સજા મળી રહી છે. તે જે હેરાનગતિ ભોગવી રહી છે તે તેના પોતાના ભલા માટે છે. તેની નજરમાં તેનું શોષણ કરનાર ક્યારેય ખોટો ન હોઈ શકે. Stockholm Syndrome તે તેના માટે એક દેવતા બની જાય છે જેને પ્રસન્ન કરવા માટે પીડિત વ્યક્તિ તેનું જીવન તેમજ તેની શારીરિક અને માનસિક સ્થિતિનું બલિદાન આપે છે. આ માનસિક વલણનું એક નામ છે: સ્ટોકહોમ સિન્ડ્રોમ.
મનોવૈજ્ઞાનિકોના મતે, આવી પીડિત મહિલાને ‘સ્ટોકહોમ સિન્ડ્રોમ’થી પીડિત માનવામાં આવે છે જ્યારે તેનામાં આ ચાર લક્ષણો જોવા મળે છે:
● પીડિતા સતત એ ડરમાં રહે છે કે તેનો સાથી તેને શારીરિક અથવા માનસિક ત્રાસ આપશે
● પીડિતા માને છે કે તેનું શોષણ કરનાર વ્યક્તિ એક ખૂબ જ સારો માણસ છે, જે તેને ખૂબ પ્રેમ કરે છે કારણ કે તે કેટલીકવાર તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીનો પતિ તેને રોજ મારતો હોય પરંતુ એક દિવસ પછી તે તેને જમવા માટે બહાર લઈ જાય, તો તે ખુશ થઈ જાય છે અને પોતાને ભાગ્યશાળી માને છે, તે ભૂલી જાય છે કે તેનું રોજ શોષણ થાય છે.
●દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ પીડિતાને બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરવાની મંજૂરી આપતો નથી. કુટુંબીજનો અને મિત્રોને મળવાની મનાઈ કરે છે, ફોન અને સોશિયલ મીડિયા પર નજર રાખે છે અને એકલા ઘરની બહાર નીકળવા પણ દેતો નથી. આવી સ્થિતિમાં, હેરાન કરનાર વ્યક્તિ જ પીડિતાની આખી દુનિયા બની જાય છે અને તે માનવા લાગે છે કે તે જે કહે છે અથવા કરે છે તે સાચું છે. આ રીતે પીડિતા તેના અંતરાત્મા અને અસ્તિત્વને ગુમાવે છે.
● ભોગ બનેલ સ્ત્રીઓસ્વીકારે છે કે તેને આખું જીવન દુર્વ્યવહાર કરનાર સાથે રહેવું પડશે અને પોતે ઇચ્છે તો પણ તેનાથી દૂર જઈ શકતી નથી, તેથી તેને ખુશ રાખે એ જ તેમના માટે સારું છે.

‘સ્ટોકહોમ સિન્ડ્રોમ’ ધરાવતી સ્ત્રીઓનું વર્તન
સ્ટોકહોમ સિન્ડ્રોમ પર આધારિત સંબંધ ક્યારેય મજબૂત હોતો નથી. તે ક્યારેય એ સુખ, કે સલામતી ના આપી શકે જે તંદુરસ્ત પ્રેમાળ સંબંધમાં મળે છે. આવા સંબંધનો પાયો પ્રેમ નથી, પરંતુ ભય, આતંક અને ગુલામી છે. આવી સ્ત્રીઓ હંમેશા તેના પાર્ટનરના ડરમાં રહે છે , પોતાની લાગણીઓ શેર કરી શકતી નથી અથવા તે ગુસ્સે થઈ જશે અને તેના પર ગુસ્સો કરશે તેવા ડરથી તેની પાસે કોઈ માંગણી કરી શકતી નથી. જેમ સામાન્ય સંબંધમાં વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકે છે ત્યાં આવા સંબંધમાં પીડિતા તેના શબ્દો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરે છે જેથી તેનો પાર્ટનર નારાજ ન થાય.

પીડિતા એ સ્વીકારવા માંગતી નથી કે તેની સાથે અયોગ્ય વર્તન થઈ રહ્યું છે. પોતાના જીવનસાથીના વર્તન માટે ઘણા બહાના બનાવે છે. ઉદાહરણ તરીકે, “તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે”, “તે મારી ભૂલ હતી”, અથવા “કદાચ તે કામના કારણે ખરાબ મૂડમાં છે”. “પ્રેમ હોય ત્યાં જ ગુસ્સો હોય” વગેરે..તે સ્વીકારવા તૈયાર નથી કે દોષ તેના જીવનસાથીના સ્વભાવમાં છે.

પાર્ટનરને ખુશ રાખવા માટે તે તેની શારીરિક કે માનસિક સ્થિતિને પણ અવગણે છે. તે તેના પાર્ટનરની દરેક જરૂરિયાત પૂરી કરવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાની જાત પર ધ્યાન આપી શકતી નથી. આ રીતે, તે તેના જીવનસાથીની કે પ્રેમીની ગુલામ બની જાય છે અને ખુદની જાતના ભોગે તેને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.
પોતાના શુભચિંતકોને તે દુશ્મન તરીકે જોવે છે.
તે શુભેચ્છકોને તેના દુશ્મનો તરીકે વર્તે છે. જે લોકો તેનું ભલું ઈચ્છે છે એવા લોકોથી તે દૂર રહે છે. જો કોઈ મિત્ર અથવા પરિવારના સભ્ય તેને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેનું શોષણ થઈ રહ્યું છે, તો તેની સાથે સબંધ પૂર્ણ કરી દે છે.
જો કોઈ તેના પાર્ટનર વિશે પોલીસમાં ફરિયાદ કરે તો પણ તે તેના પાર્ટનરનો બચાવ કરે છે.
ડિપ્રેશન કે સ્ટ્રેસ જેવા માનસિક લક્ષણો દેખાય છે. માનસિક સ્વાસ્થ્ય પર તેની ભારે અસર પડે છે. પીડિત વ્યક્તિ ડિપ્રેશન, ચિંતા, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) વગેરેનો ભોગ બની શકે છે.
સ્ટોકહોમ સિન્ડ્રોમની સારવાર
#ટોક થેરાપી
#બોધત્મક ઉપચાર
#તાર્કિક ભાવાત્મક ઉપચાર
#લોગો થેરાપી
વગેરે