Not Set/ આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

2014 અને 2016 ની વચ્ચે ત્રણ વખત મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ હાર્યા પછી, લિયોનેલ મેસ્સીએ ઘોષણા કરી હતી કે હવે બહુ થયુ, હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દઇશ.

Top Stories Sports
ssssss 17 આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

2014 અને 2016 ની વચ્ચે ત્રણ વખત મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ હાર્યા પછી, લિયોનેલ મેસ્સીએ ઘોષણા કરી હતી કે હવે બહુ થયુ, હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દઇશ. જો કે હવે આર્જેન્ટિનાએ 28 વર્ષ બાદ મોટો ખિતાબ જીત્યો છે. આર્જેન્ટિનાએ બ્રાઝિલને 1-0થી હરાવીને કોપા અમેરિકા કપ જીત્યો છે.

ssssss 18 આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

અદભુત / બાઉન્ડ્રી લાઇન પર હવામાં ઉડીને હરલીન દેઓલે પકડ્યો શાનદાર કેચ, Video

લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાએ શનિવારે બ્રાઝિલને 1-0થી હરાવીને કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. આ 28 વર્ષમાં રાષ્ટ્રીય ટીમનું પ્રથમ મુખ્ય ટાઇટલ છે. વળી, ટીમ સાથે સુપરસ્ટાર ફૂટબોલર મેસ્સીનું આ પહેલું મોટું આંતરરાષ્ટ્રીય ટાઇટલ છે. મેચ પૂરી થયા બાદ મેસ્સીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ઘૂંટણ પર બેસી ગયો હતો અને હાથથી પોતાના ચહેરાને ઢાંકી દીધા હતા. ત્યારબાદ ટીમનાં મોટાભાગનાં સાથી ઉજવણી કરવા માટે તેની તરફ દોડી પડ્યા હતા અને તેને હવામાં ઉછાળવા લાગ્યા હતા. ઇનામ વિતરણ સમારોહ દરમ્યાન, મેસ્સીએ ટ્રોફીને ચુંબન કર્યું અને પછી તેને હવામાં ઉઠાવી દીધી. રિયો દી જેિનેરિયોનાં મરાકાના સ્ટેડિયમ ખાતે 22 મી મિનિટમાં મેચનો એકમાત્ર ગોલ એન્જલ ડિ મારિયાએ દાગ્યો હતો. રોડ્રિગો ડિ પોલે મારિયા તરફ લાંબો પાસ આપ્યો.

ssssss 20 આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

ભારત-શ્રીલંકા મેચ / ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની તારીખ ફાઇનલ, 18 જુલાઇએ રમાશે પહેલી મેચ

33 વર્ષનાં આ અમુભવી સ્ટ્રાઇકરે લેફ્ટ બૈક કેના લોડીની ખરાબ ડિફેન્ડિંગનો ફાયદો ઉઠાવતા ફૂટબોલને પોતાના કબ્ઝામાં લીધો અને ગોલકીપર એડરસનને ચમકો આપી આન્જેન્ટિનાનેે લીડ અપાવી દીધી જે નિર્ણાયક સાબિત થયુ હતુ. આર્જેન્ટિનાએ આમ 1993 થી ચાલી રહેલા દુકાળનો અંત લાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં બ્રાઝિલ વિરુદ્ધ તે માત્ર ત્રીજો ગોલ હતો. નેમારે સુંદર ડ્રીબલ અને પાસથી બ્રાઝિલને બરોબરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ યજમાનોનો સ્ટ્રાઈકર ભાગ્યે જ આર્જેન્ટિનાનાં ગોલકીપર એમિલિઆનો માર્ટિનેઝને મુશ્કેલીમાં મુકી શક્યો.

ssssss 19 આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

દિલ્હી સરકાર / ગોલ્ડ મેડલ જીતવા પર મળશે 3 કરોડ, ટોક્યો ઓલિમ્પિકમાં જનારા દિલ્હીના ખેલાડીઓ માટે જાહેરાત

કોચ ટિટેની બ્રાઝિલ ટીમે કોપા અમેરિકાની છેલ્લી પાંચ મેચ જીતી હતી અને તમામમાં ગોલ કર્યા હતા. મેસ્સીને અફસોસ રહ્યો હશે કે તે ટૂર્નામેન્ટમાં અગાઉની મેચની જેમ ફાઇનલમાં પણ એટલુ અસરકારક પ્રદર્શન કરી શક્યો ન હતો. જોકે, તેણે ચાર ગોલ કર્યા હતા અને ટૂર્નામેન્ટ દરમ્યાન પાંચ ગોલ કરવામાં મદદ કરી હતી. મેસ્સીને 88 મી મિનિટમાં ગોલ કરવાની એક મોટી તક મળી હતી. તેણે માત્ર બ્રાઝિલનાં ગોલકીપરને ચકમો આપવાનો હતો પરંતુ એન્ડરસને તેને રોકી દીધો હતો. આર્જેન્ટિનાનાં કોચ લિયોન સ્કેલોનીએ ચોંકાવી દેતા સેમીફાઇનલમાં કોલમ્બિયાને પેનલ્ટી શૂટ આઉટમાં હાર આપનારી ટીમની શરૂઆતી ઈલેવનમાં આશ્ચર્યજનક પાંચ ફેરફાર કર્યા હતા.

ssssss 21 આર્જેન્ટિનાએ આખરે જીત્યુ સૌથી મોટુ ટાઇટલ, મેસ્સીનું સપનુ થયુ પૂર્ણ

ક્રિકેટ / આ કારણે ઝહીરખાનને આપતા હતા ગાળો, વિરેન્દ્ર સહેવાગે કર્યો મોટો ખુલાસો

તેમણે ગોંજેલો મોંટિએલ, ક્રિસ્ટિયન રોમેરો, માર્કોસ એકુના, લિએડ્રો પેરેડેસ અને ડિ મારિયાને શરૂઆતી ઇલેવનમાં નાહુએલ મોલિના, નિકોલસ ટેગલિયાફિકો, ગુઇડો રોડ્રિગ્જ અને નિકોલસ ગોંજાલેજની જગ્યાએ તક આપી. જોકે બ્રાઝિલે તેમની શરૂઆતની ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આ ટાઇટલ આર્જેન્ટિના માટે એક મોટી રાહત છે, જેણે પોતાનો અંતિમ મોટો ટાઇટલ ત્યારે જીત્યો હતો જ્યારે મેસ્સી માત્ર છ વર્ષનો હતો.