Not Set/ ડ્રગ્સ કાંડ મામલે અર્જુન રામપાલે જૂનું પ્રિસ્ક્રિપ્શન કર્યું રજૂ, આવી શકે છે મોટા વળાંક

ડ્રગ્સ કાંડમાં બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલનું નામ પણ સામે આવી ચુક્યું છે, ત્યારે NCB સામે બેન કરેલી દવા માટે પોતાનું જૂનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું હતું અને આ મામલે એનસીબીએ દિલ્હીના એક ડૉક્ટરનું નિવેદન લીધું છે.

Entertainment
a 362 ડ્રગ્સ કાંડ મામલે અર્જુન રામપાલે જૂનું પ્રિસ્ક્રિપ્શન કર્યું રજૂ, આવી શકે છે મોટા વળાંક

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ થઇ રહેલી તપાસમાં ડ્રગ્સ કાંડ સામે આવ્યો છે અને આ મામલે NCB એ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ડ્રગ્સ કાંડમાં બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલનું નામ પણ સામે આવી ચુક્યું છે, ત્યારે NCB સામે બેન કરેલી દવા માટે પોતાનું જૂનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું હતું અને આ મામલે એનસીબીએ દિલ્હીના એક ડૉક્ટરનું નિવેદન લીધું છે.

આ સમયે અભિનેતાએ ડૉક્ટરનું નિવેદન એનસીબીએ કૉર્ટમાં 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે પણ રજૂ કર્યું હતું અને ડૉક્ટરનું આ નિવેદન અર્જુનની ધરપકડ કરી અને આ કેસમાં આ કારણસર અનેક વળાંક આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, ડ્રગ્સ કાંડ મામલે એનસીબીએ સમન પાઠવ્યા બાદ અર્જુન રામપાલે એનસીબી સામે બીજીવાર થવા માટે 22 ડિસેમ્બર સુધીનો સમય માગ્યો હતો.

આ પહેલા બોલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલે એક્ટર અર્જુન રામપાલે 21 ડિસેમ્બરે NCB ઑફિસમાં પોતાની હાજરી નોંધાવી છે અને તેમણે ડ્રગ્સ કનેક્શન મામલે પૂછપરછ કરવામાં આવશે. આ પહેલા અર્જુનને 16 ડિસેમ્બરના રોજ એનસીબી ઑફિસમાં બોલાવવામાં આવ્યા હતા પણ તે દિવસે તે એનસીબી ઑફિસ પહોંચ્યા નહોતા.

આ પણ વાંચો :‘નયન’ ગીતને પ્રમોટ કરવા બિગ-બૉસ હાઉસ પહોંચી આ સિંગર

આ પણ વાંચો :બોલીવુડ પર કોરોનાનો કાળો કહેર, હવે આ એક્ટ્રેસ થઇ સંક્રમિત

આ પણ વાંચો :કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ થી સામે આવ્યો તેનો ફર્સ્ટ લૂક, જાણો તેના કિરદાર વિશે

આ પણ વાંચો :તારક મહેતા… શોમાં ફરી જોવા મળશે આ ફેમસ કલાકાર, જાણો કોણ છે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…