જમ્મુ કાશ્મીર/ સેનાનું આતંકવાદી સફાઈ અભિયાન, 24 કલાકમાં 3 આતંકીઓ ઢેર

કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. કુલગામમાં ગઈકાલથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.

Top Stories India
આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં ટારગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષા દળો એક્શન મોડમાં છે. કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. કુલગામમાં ગઈકાલથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ આજે ​​એક આતંકવાદીને ઠાર માર્યો હતો જ્યારે ગઈકાલે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.

આ પણ વાંચો :માનખુર્દના મંડલા ભંગાર ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે

શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પુલવામાના રહેવાસી અમીર રિયાઝ તરીકે થઈ છે. આઈજી કાશ્મીર રેન્જ વિજય કુમારના જણાવ્યા અનુસાર, આતંકવાદી અમીર રિઝાય ફિદાયીન પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેનો ખેલ પૂરો થઈ ચૂક્યો હતો.

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચવલગામમાં ગુરુવારે બપોરે સુરક્ષાદળોને 2થી 3 આતંકીઓને મૂવમેન્ટની સૂચના મળી હતી. ત્યારબાદ રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ  (SOG) એ સેનાની 9 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફ સાથે મળીને જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સુરક્ષાદળોએ આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેઓ ન માન્યા અને જવાબી કાર્યવાહીમાં એક આતંકી ઠાર થયો. ત્યારબાદ આજે સવારે એક આતંકી માર્યો ગયો.

આ પણ વાંચો : પશ્વિમ બંગાળની આ એકટ્રેસે ભાજપ છોડી દીધી,BJPએ કહ્યું કોઇ ફરક પડતો નથી

આ ઉપરાંત શ્રીનગરના બેમિનામાં પણ એક આતંકી માર્યો ગયો છે. જ્યાં સર્ચ ઓપરેશન હવે પૂરું થઈ ગયું છે. જમ્મુ કાશ્મીર રાજ્ય પોલીસના જણાવ્યા મુજબ શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકીનું નામ આમિર રિયાઝ છે. જે મુજાહિદ્દીન ગઝવાતુલ હિન્દ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. આમિર રિયાઝ તાજેતરમાં લેથપોરામાં થયેલા હુમલાને અંજામ આપનારા આતંકીનો સંબંધી હોવાનું કહેવાય છે.

આપને જણાવી દઈએ કે, કુલગામમાં ગત સાંજથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું, જે આજે સવારે સમાપ્ત થયું. તે જ સમયે, શ્રીનગરમાં, સુરક્ષા દળોએ ફિદાયીન હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. કુલગામમાં બે આતંકવાદીઓ સિરાજ મૌલવી અને યાવર ભટ માર્યા ગયા છે, જ્યારે શ્રીનગરમાં ફિદાયીન હુમલો કરવાનો પ્રયાસ કરનાર આતંકવાદી અમીર રિયાઝ માર્યો ગયો છે.

કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓ નાગરિકોની હત્યા અને ભરતીમાં સામેલ હતા, જ્યારે શ્રીનગરમાં મુજાહિદ્દીન ગઝવત-ઉલ-હિંદ સંગઠને ફિદાયીન હુમલાની એક વીડિયો ચેતવણી જાહેર કરી હતી.

આ પણ વાંચો : પંજાબ વિધાનસભામાં BSFના અધિકારક્ષેત્ર વધારવાના નોટિફિકેશન વિરુદ્વ સર્વાનુમતે ઠરાવ પસાર

આ પણ વાંચો :OICના રાજદૂત POK પહોંચ્યા, ભારતે ક્હ્યું આતંરિક મામલો હસ્તક્ષેપ ન કરે

આ પણ વાંચો :પેન્ટાગોનના રિપોર્ટ મામલે ભારતે ચીનને શું કહ્યું તે જાણો…