Not Set/ સેના માટે ભારે દિવસ, અનંતનાગમાં મેજર શહીદ, અધિકારી-જવાન ઇજાગ્રસ્ત, 1 આતંકી ઠાર

કાશ્મીરમાં સેના માટે આજનો દિવસ ભારે હોય તેમ પુલવમામાં આતંકી દ્રારા IED બ્લાસ્ટ કરવામા આવ્યો. આતંકી દ્રારા કરવામા આવેલા આ હુમલામાં સેનાનાં 9 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તો કાશ્મીરનાં અનંતનાગમાં સેના અને આતંકી વચ્ચે અથડામણમાં  સેનાનાં એક મેજર શહીદ થયા છે.  અન્ય એક સેના અધિકારી અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે જોકે સેના દ્રારા એક […]

Top Stories India
jk સેના માટે ભારે દિવસ, અનંતનાગમાં મેજર શહીદ, અધિકારી-જવાન ઇજાગ્રસ્ત, 1 આતંકી ઠાર

કાશ્મીરમાં સેના માટે આજનો દિવસ ભારે હોય તેમ પુલવમામાં આતંકી દ્રારા IED બ્લાસ્ટ કરવામા આવ્યો. આતંકી દ્રારા કરવામા આવેલા આ હુમલામાં સેનાનાં 9 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તો કાશ્મીરનાં અનંતનાગમાં સેના અને આતંકી વચ્ચે અથડામણમાં  સેનાનાં એક મેજર શહીદ થયા છે.  અન્ય એક સેના અધિકારી અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે જોકે સેના દ્રારા એક આતંકવાદીને ઠાર મારવામા આવ્યો છે.

આ પણ વાંચો  – પુલવામામાં IED બ્લાસ્ટ, 9 જવાન ગંભીર, પાકિસ્તાને આપીતી હુમલાની ઇનપુટ

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચેના અથડામણમાં સૈન્યનાં એક મેજર શહીદ થયા શહીદ થયો જ્યારે અન્ય એક અધિકારી અને બે જવાનો ઘાયલ થયા. એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનું મોત થયું છે. અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું છે કે એન્કાઉન્ટર સાઇટ પરથી ભારે માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો તેમજ ઓટોમેટીક બંદૂક પણ ઝપ્ત કરવામા આવી છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી.

jk1 સેના માટે ભારે દિવસ, અનંતનાગમાં મેજર શહીદ, અધિકારી-જવાન ઇજાગ્રસ્ત, 1 આતંકી ઠાર

તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓની આ વિસ્તારમાં છુપાયેલા હોવાની અંગેની ગુપ્ત માહિતી પ્રાપ્ત થતા સુરક્ષા દળએ સવારે જ સમગ્ર વિસ્તારને ઘેરાવો કર્યો હતો. અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સેનાની કાર્યવાહીથી હેબતાઇ ફાયરીંગ શરૂ કર્યું હતું. ફાયરીંગનો જવાબ સેના દ્રારા આપવામા આવતા આતંકીને ઠાર મારવામા આવ્યો છે. તો સાથે સાથે એક મેજર શહીદ થયા છે અને એક અધિકારી અને બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શ્રીનગરના આર્મીના 92 બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન