Covid-19/ કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને જોતા હવે સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. આ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓ ચીફ સાથે વાત કરી છે.

Top Stories India
123 40 કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેને જોતા હવે સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. આ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓ ચીફ સાથે વાત કરી છે.

યાદ આવ્યુ લોકડાઉન / દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત બાદ, રેલ્વે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર પ્રવાસી મજૂરોની રાતભર જોવા મળી ભીડ

રાજનાથસિંહે દરેકને કોવિડ-19 સંકટ દરમિયાન નાગરિકો માટે સુવિધાઓ અને કુશળતા પૂરી પાડવા જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફને કહ્યું હતું કે, સેનાનાં સ્થાનિક કમાન્ડરે મુખ્ય પ્રધાનો સાથે વાત કરી તમામ શક્ય મદદ કરવી જોઈએ. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. ઓક્સિજન સિલિન્ડરોનાં અભાવથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ કોરોનાકાળને ધ્યાનમાં રાખીને SpO2 (બ્લડ ઓક્સિજન સંતૃપ્તિ) પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમની રચના કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉપયોગ ઉંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે થઈ શકે છે. વળી તે કોરોનાનાં દર્દીઓ માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થશે.

ગુજરાત હાઇકોર્ટે / કોરોનાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની પૂરતી તૈયારી : ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યું 82 પાનાનું સોગંદનામું

અનિયંત્રિત કોરોના વાયરસનો બીજી લહેર દેશમાં કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે. કોવિડથી દરરોજ મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ભારે વધારો થવાથી લોકોમાં ભારે ગભરાહટ ફેલાઇ ગઇ છે. દેશમાં સોમવારની તુલનામાં મંગળવારે નવા કોરોના દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 2.59 લાખથી વધુ નવા કોરોનાનાં દર્દીઓ મળી આવ્યા છે. વળી સંક્રમણને કારણે 1,761 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. તેના એક દિવસ પહેલા, સોમવારે, નવા કોરોના દર્દીઓનાં 2.74 લાખ દર્દીઓ મળી આવ્યા હતા અને 1,619 કરતા વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Untitled 37 કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા