Not Set/ જૈશ-એ-મોહમ્મદની ધમકી : PM મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત દેશના 30 મોટા શહેરો પર હુમલાની યોજના 

બીજી વાર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી, દેશના લોકપ્રિય વડા પ્રધાન બનવાની સાથે સાથે હવે વૈશ્વિક નેતા તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં આતંકવાદ વિરુદ્ધ પીએમ મોદીના સખ્ત  નિર્ણયોને  કારણે તેઓ ઘણા આતંકવાદી સંગઠનના નિશાના હેઠળ આવ્યા છે. ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ, આતંકી સંગઠન પીએમ મોદી પર હુમલા કરવાના કાવતરામાં […]

Top Stories India
મોદી 1 જૈશ-એ-મોહમ્મદની ધમકી : PM મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત દેશના 30 મોટા શહેરો પર હુમલાની યોજના 

બીજી વાર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી, દેશના લોકપ્રિય વડા પ્રધાન બનવાની સાથે સાથે હવે વૈશ્વિક નેતા તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં આતંકવાદ વિરુદ્ધ પીએમ મોદીના સખ્ત  નિર્ણયોને  કારણે તેઓ ઘણા આતંકવાદી સંગઠનના નિશાના હેઠળ આવ્યા છે. ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ, આતંકી સંગઠન પીએમ મોદી પર હુમલા કરવાના કાવતરામાં વ્યસ્ત છે.

મોદી 2 જૈશ-એ-મોહમ્મદની ધમકી : PM મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત દેશના 30 મોટા શહેરો પર હુમલાની યોજના 

ગુપ્તચર એજન્સીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

jais જૈશ-એ-મોહમ્મદની ધમકી : PM મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત દેશના 30 મોટા શહેરો પર હુમલાની યોજના 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સંપૂર્ણ રીતે ગુસ્સે છે અને તેઓ પીએમ મોદી પર હુમલો કરીને બદલો લેવા માંગે છે. પીએમ મોદી, અમિત શાહ અને એનએસએ અજિત ડોવલની જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં સૌથી મહત્વની ભૂમિકા હતી, તેથી આ ત્રણેય લોકો આતંકવાદીઓના હિટ લિસ્ટમાં ટોચ પર છે.

shah 092519090435 જૈશ-એ-મોહમ્મદની ધમકી : PM મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત દેશના 30 મોટા શહેરો પર હુમલાની યોજના 

આતંકવાદી સંગઠનો આ ત્રણ નેતાઓને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે જવાબદાર ગણાવી રહ્યા છે. ધમકીભર્યા પત્ર મળ્યા બાદ આ વાત સામે આવી છે. આ ધમકીભર્યો પત્ર જૈશ-એ-મોહમ્મદે મોકલ્યો છે.

masud જૈશ-એ-મોહમ્મદની ધમકી : PM મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત દેશના 30 મોટા શહેરો પર હુમલાની યોજના 

પીએમ મોદી, અમિત શાહ અને અજિત ડોવલ ઉપરાંત આતંકવાદીઓ દેશના 30 મોટા શહેરો પર હુમલાની પણ યોજના બનાવી રહ્યા છે. આટલું જ નહીં, દેશના ચાર મોટા એરપોર્ટને પણ પત્રમાં ધમકી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જેશ-એ-મોહમ્મદનો આ ધમકીભર્યો પત્ર લખનૌના સિવિલ એવિએશન બ્યુરોને મળ્યો હતો. તેમાં જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, જયપુર અને ગાંધીનગર જેવા શહેરોને પણ નિશાન બનાવવાની વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.