PM Modi's Degree/ અરવિંદ કેજરીવાલે ફરી ઉઠાવ્યો PM મોદીની ડિગ્રી પર સવાલ, કહ્યું- જો તે અસલી છે તો…

કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન માટે શિક્ષિત હોવું જરૂરી છે કારણ કે તેમને એક જ દિવસમાં ઘણા નિર્ણયો લેવાના હોય છે. હાઈકોર્ટના આદેશથી પીએમ મોદીની ડિગ્રી પર શંકા ઊભી થઈ છે.

Top Stories India
મોદીની ડિગ્રી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પર પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે પીએમ મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ પીએમ મોદીની ડિગ્રીને લઈને સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ આ મુદ્દાઓને ખૂબ ઉઠાવ્યા હતા. હવે ફરી એકવાર કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને વિવાદ ઉભો કર્યો છે. આ પહેલા પણ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં પીએમ મોદીના અભ્યાસ અને તેમના કામ પર ટોણો માર્યો હતો.

કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન માટે શિક્ષિત હોવું જરૂરી છે કારણ કે તેમને એક જ દિવસમાં ઘણા નિર્ણયો લેવાના હોય છે. હાઈકોર્ટના આદેશથી પીએમ મોદીની ડિગ્રી પર શંકા ઊભી થઈ છે. જો તેમની પાસે ડિગ્રી છે અને તે અસલી છે તો તેને શા માટે બતાવવામાં આવી નથી? જણાવી દઈએ કે પીએમ મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. સીએમ કેજરીવાલે ફરી એકવાર વડાપ્રધાનની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા છે.

PM નરેન્દ્ર મોદીની ડિગ્રીના મામલામાં ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દંડ ફટકાર્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટનો આદેશ આવ્યો હતો કે લોકો પીએમની શૈક્ષણિક લાયકાત વિશે જાણી શકતા નથી. આનાથી દેશ ચોંકી ગયો છે. કોઈ વ્યક્તિ શિક્ષિત કે અભણ હોય તે ગુનો નથી. આપણા દેશમાં ગરીબી છે, ઘરની પરિસ્થિતિને કારણે લોકો અભ્યાસ કરી શકતા નથી. હાલમાં ફરી એકવાર પીએમ મોદીની ડિગ્રીને લઈને તેમના નિવેદનને લઈને હોબાળો થયો છે.

આ પણ વાંચો:નવજોત સિદ્ધુ માટે રાહતના સમાચાર, આવતીકાલે પટિયાલા જેલમાંથી આવશે બહાર

આ પણ વાંચો:60 વર્ષના વૃદ્ધે 2 વર્ષ સુધી કરતો રહ્યો કૂતરા પર રેપ, પાડોશીએ બનાવ્યો વીડિયો

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:ફરી 3000 થી વધુ નવા કોરોના કેસ નોંધાયા, ગોવા-ગુજરાતમાં સંક્રમિતનું મોત

આ પણ વાંચો:મચ્છરની કોઇલ સળગાવીને સૂતો હતો પરિવાર, આગ લગતા 6 લોકોના થયા મોત