Politics/ ગોવામાં વીજળી વિના મૂલ્યે આપવાની અરવિંદ કેજરીવાલની જાહેરાત

આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મિશન ગોવા અંતર્ગ મોટી જાહેરાત કરી દીધી છે.

Top Stories India
11 299 ગોવામાં વીજળી વિના મૂલ્યે આપવાની અરવિંદ કેજરીવાલની જાહેરાત

આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મિશન ગોવા અંતર્ગ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 300 યુનિટ સુધી વીજળી વિના મૂલ્યે આપવામાં આવશે. તમામ જૂના વીજબીલ માફ કરવામાં આવશે. અમે 24 કલાક વીજળી આપીશું. ખેડૂતોને ખેતી માટે મફત વીજળી આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

વાલીઓની વધી ચિંતા /  રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બિગૂલ ફૂંકી દીધુ છે. પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે ગોવાનાં લોકો માટે ઘણી જાહેરાતો કરી છે. પંજાબ અને ઉત્તરાખંડ પછી હવે કેજરીવાલે ગોવામાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ દરમ્યાન કેજરીવાલે કોંગ્રેસની સાથે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ગોવાનાં લોકો હવે સ્વચ્છ રાજકારણ ઇચ્છે છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે, જો ગોવામાં અમારી સરકાર બને છે તો દરેક પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. તમામ જૂના વીજબીલ માફ કરવામાં આવશે. અમે 24 કલાક વીજળી આપીશું. ખેડૂતોને ખેતી માટે મફત વીજળી આપવામાં આવશે. આ દરમ્યાન વિરોધીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ગોવામાં રાજકારણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. લોકોએ કોંગ્રેસની સરકાર બનાવવા માટે મત આપ્યો હતો અને સરકાર ભાજપની બની હતી. ગોવાનાં લોકો હવે સ્વચ્છ રાજકારણ ઇચ્છે છે.

વીજળી બની આફત /  માતાના મઢ વિસ્તારમાં આકાશી વીજળી પડતા 60 બકરાના કરુણ મોત, માલધારીનો આબાદ બચાવ

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભાની ચૂંટણીમાં છે. આપ એ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવા માટે પોતાની વ્યૂહરચના તૈયાર કરી રહી છે. આ કડીમાં, કેજરીવાલે અગાઉ પંજાબ અને હવે ગોવામાં મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે, આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં આમ આદમી પાર્ટી પણ દમ ભરી રહી છે. AAP એ ગોવાનાં વિધાનસભાની ચૂંટણીમાં જવાનું નક્કી કર્યું છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની ચૂંટણીની તૈયારીઓને આગળ વધારવા માટે બે દિવસીય પ્રવાસ પર ગોવા પહોંચ્યા છે. કેજરીવાલ મંગળવારે ગોવા પહોંચ્યા હતા, જ્યાં બપોરે આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. જે પછી તે પણજી નજીક ફાઇવ સ્ટાર રિસોર્ટમાં ગયા. આ પછી, કેજરીવાલે રાજ્યમાં પાર્ટી સંગઠનની સમીક્ષા કરી હતી. તેઓ પાર્ટીનાં અન્ય નેતાઓને પણ મળ્યા હતા.