Banaskantha/ બનાસકાંઠા RTOએ 160 ડ્રાઇવિંગ લાઇસન્સ કર્યા સસ્પેન્ડ, જાણો કેમ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ થઈ રહ્યો છે

Gujarat Others
YouTube Thumbnail 2024 01 20T144259.204 બનાસકાંઠા RTOએ 160 ડ્રાઇવિંગ લાઇસન્સ કર્યા સસ્પેન્ડ, જાણો કેમ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા પોલીસ અને RTO આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવીને 160 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા.

RTOદ્વારા નિયમોનું પાલન કરી અને વાહન ચલાવવા લાઇસન્સ અપાય છે પરંતુ આ લાઇસન્સ નો દુરુપયોગ થતો હોય એમ બેદરકારી ના ભાગ રૂપે ટ્રાફિક અને આર ટી ઓ ના નિયમો નો ભંગ કરી વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે એવા કિસ્સા માં અકસ્માત સર્જાય છે અને લોકો મોત ને ભેટે છે ત્યારે ડ્રીંક એન્ડ ડ્રાઇવ મા પણ પોલીસ એવા વાહન ચાલકો ના લાઇસન્સ જપ્ત કરી RTOમા સોંપે છે એટલે RTO દ્વારા ગુના ની ગંભીરતા ને લઈ આવા વાહન ચાલકો સામે કાર્યવાહી થાય છે અને જેના ભાગરૂપે છેલ્લા 6 માસ મા આર ટી ઓ અધિકારી એ 160 લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધા છે.

જોકે આરટીઓ અધિકારીએ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં અકસ્માતો ન થાય તેની કાળજી રાખી અને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોની પાલન કરવાની પણ સલાહ આપી છે જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ ન થાય.

બનાસકાંઠા જિલ્લામાં ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરતા લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ફાળવવામાં આવે છે, પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ અનેક વાહનચાલકો આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી ડ્રાઇવિંગના નિયમોનો ભંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે, તેથી આ જિલ્લામાં દારૂ પીને વાહન ચલાવવા સહિતના નિયમોના ભંગની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

બનાસકાંઠા પોલીસ અને RTO કચેરી દ્વારા આવા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 160 ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. RTO અધિકારીએ વાહનચાલકોને પીને વાહન ન ચલાવવાની પણ અપીલ કરી છે. તેમણે ડ્રાઇવરોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપી હતી જેથી ભવિષ્યમાં આવા ડ્રાઇવરોનું લાઇસન્સ પણ સસ્પેન્ડ ન થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?

આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી

આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં