Tellywood/ બિગ બોસ વિનર બનતા જ તેજસ્વી પ્રકાશનું બદલાનું સ્વરૂપ, જાણો ક્યારે આવશે ટીવી પર નાગિનના અવતારમાં

નાગિન-6ની એક્ટ્રેસને લઈને ઘણી અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યા હતા પરંતુ હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે બિગ બોસ 15માં જોવા મળેલી તેજસ્વી પ્રકાશને નવી સીઝન માટે ફાઈનલ કરવામાં આવી છે.

Entertainment
તેજસ્વી

એકતા કપૂરનો સુપર નેચરલ શો નાગિન લાખો ચાહકો સાથે ટેલિવિઝન પરનો સૌથી લોકપ્રિય શો છે. અત્યાર સુધીની દરેક સીઝનને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને આ જ કારણ છે કે તે ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. અત્યાર સુધી નાગિન-6ની એક્ટ્રેસને લઈને ઘણી અભિનેત્રીઓના નામ સામે આવી રહ્યા હતા પરંતુ હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે બિગ બોસ 15માં જોવા મળેલી તેજસ્વી પ્રકાશને નવી સીઝન માટે ફાઈનલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :સલમાન ખાનની સંપૂર્ણ ખબર રાખે છે દીપિકા પાદુકોણ, શોમાં એક્ટર વિશે કહ્યું આવું…

સામે આવ્યો શોનો પ્રોમો

હવે દર્શકોની રાહ પૂરી થઈ છે અને શોનો પ્રોમો પણ સામે આવ્યો છે જેમાં બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ નવી નાગીન તરીકે જોવા મળી રહી છે. શોના પ્રોમોમાં સાંભળી શકાય છે કે, ‘આવી રહી છે તે… તમને એવા ષડયંત્રથી બચાવવા.. જે આખી દુનિયામાં મહામારી ફેલાઈ જશે. દુનિયા બદલાઈ રહી છે… બદલાઈ ચૂકી છે નાગિન.’ આ પ્રોમો શેર કરતાં એકતા કપૂરે લખ્યું, ‘નાગિન તેના ભવ્ય સ્વરૂપ અને ત્રણેય વખતની શક્તિઓ સાથે વિશ્વને બચાવવા આવી રહી છે!!! નાગિન 6!!!’

Instagram will load in the frontend.

આ સાથે માહિતી એ પણ આપવામાં આવી છે કે તે 12 ફેબ્રુઆરી, 2022 થી શરૂ થશે. જે શનિવાર અને રવિવારે કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. તે જાણીતું છે કે તેજસ્વી પહેલા રૂબીના દિલેક, માહિરા શર્માનું નામ પણ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળ્યું હતું.

શોના મુખ્ય અભિનેતા વિશે વાત કરીએ તો, અહેવાલો સૂચવે છે કે સિમ્બા નાગપાલ શોના મુખ્ય લીડ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નાગિન 6 ના સેટ પર જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ઈશાન સહગલ પણ આ શોનો એક ભાગ છે. એવું લાગે છે કે નિર્માતાઓ બે લીડ મુખ્ય કલાકારોની શોધમાં છે. જેમાંથી એક વિલનના રોલમાં અને બીજો હીરોના રોલમાં હશે.

આ પણ વાંચો : તેજસ્વીની જીત પર ફેન્સ થયા ગુસ્સે, કલર્સનાં કલાકારોને જીતાડવાનો મુક્યો આરોપ

આ પણ વાંચો :તેજસ્વી પ્રકાશે બિગ બોસ 15ની ટ્રોફી જીતી ,40 લાખ રૂપિયા આપવામાં આવ્યા

આ પણ વાંચો :શું સલમાન-શાહરૂખ અને રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે ?

આ પણ વાંચો :અભિષેક બચ્ચન આટલા કરોડોની પ્રોપર્ટી ધરાવે છે, આટલી કારોનો છે કાફલો