Aadhaar Card Update/ બાળકનો જન્મ થતાં જ તેને મળશે આધાર કાર્ડ, UIDAIએ માહિતી આપી

‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ સ્કીમ માટે નવી યોજના તૈયાર કરી રહી છે. હોસ્પિટલોને જન્મેલા બાળકોને આધાર કાર્ડ આપવા માટે નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવશે.’

India
આધાર કાર્ડ,

આજના સમયમાં આધાર કાર્ડ નું કેટલું મહત્વ છે તે બધા જાણે છે. હવે આને લગતા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. UIDAI હવે તેના યુઝર્સ માટે એક નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. UIDAI ના CEO સૌરભ ગર્ગના જણાવ્યા અનુસાર, UIDAI એક એવી યોજના બનાવી રહી છે જેમાં નવજાત શિશુના જન્મની સાથે જ તેનું આધાર કાર્ડ બની જશે. એટલે કે હવે બાળકના માતા-પિતાને આધાર બનાવવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો :કર્ણાટક બાદ હવે MPની શાળાઓમાં પણ હિજાબ પર લાગશે પ્રતિબંધ, HC એ જણાવ્યું  – ‘અમે કાયદા પ્રમાણે ચાલીશું’

સૌરભ ગર્ગ જણાવે છે કે, ‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ સ્કીમ માટે નવી યોજના તૈયાર કરી રહી છે. હોસ્પિટલોને જન્મેલા બાળકોને આધાર કાર્ડ આપવા માટે નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવશે.’ UIDAI આને શરૂ કરવા માટે જન્મ રજીસ્ટ્રાર સાથે મળીને કામ કરશે. હાલમાં તેના વિશે માત્ર વાતો જ ચાલી રહી છે.

સૌરભે આગળ કહ્યું, ‘ભારતમાં દરરોજ લગભગ 25 મિલિયન બાળકો જન્મે છે. આવી સ્થિતિમાં UIDAIની યોજના છે કે હોસ્પિટલમાં જન્મેલા બાળકોના ફોટોગ્રાફ લીધા બાદ તરત જ તેમનું આધાર કાર્ડ જારી કરવામાં આવશે.જ્યારે તેમની ઉંમર 5 વર્ષથી વધુ હોય ત્યારે તેમનું બાયોમેટ્રિક્સ કરાવવું જરૂરી બની જાય છે.

આ સિવાય સૌરભે એ પણ જણાવ્યું કે, ટૂંક સમયમાં ભારતમાં પ્રાદેશિક ભાષાઓમાં પણ આધાર કાર્ડ જારી કરવામાં આવશે. પરંતુ હવે ટૂંક સમયમાં જ આધાર કાર્ડ પર કાર્ડ ધારકનું નામ અને અન્ય વિગતો પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા, મરાઠી જેવી તમામ પ્રાદેશિક ભાષાઓમાં હશે.

આ પણ વાંચો :લતા મંગેશકરના પરિવાર સાથે કેવું વર્તન કરવામાં આવ્યું, તે વિશે પણ વિચારવું જોઈએઃ પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

આ પણ વાંચો : મુનમુન દત્તાની પોલીસે કરી ધરપકડ, આ કેસમાં કરવામાં આવી પૂછપરછ

આ પણ વાંચો :યોગી આવશે તો તમને ખાઈ જશે, અખિલેશ માટે વોટ માંગતા મમતા બેનર્જીએ કહ્યું…

આ પણ વાંચો :49 આરોપીઓ દોષિત, 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા