Not Set/ કોરોના સામેની જંગ બની તેજ, મનપાએ આજે 136 ડીલીવરી બોયને કાર્ડ ઇસ્યુ કર્યા

કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજ રોજ બીગ બઝાર પાછળ, વેસ્ટ ઝોન કચેરી ખાતે શહેરમાં ઘરે ઘરે ફૂડ ડીલીવરી ક

Gujarat Rajkot
asdq 51 કોરોના સામેની જંગ બની તેજ, મનપાએ આજે 136 ડીલીવરી બોયને કાર્ડ ઇસ્યુ કર્યા

કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજ રોજ બીગ બઝાર પાછળ, વેસ્ટ ઝોન કચેરી ખાતે શહેરમાં ઘરે ઘરે ફૂડ ડીલીવરી કરતા ડીલવરી બોય માટે હેલ્થ કાર્ડ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્વેગી, ઝોમેટો તથા રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ડીલીવરી બોય માટે જરૂરી આધાર રજુ કર્યે હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

આજે તા. 25ના રોજ સવારે 136 ફુડ ડિલીવરી બોયને કાર્ડ આપવામાં આવ્યા છે. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શક્ય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે.જેથી તંત્રના અધિકારીઓ સ્થાનિક લોકોને સપોર્ટ કરવા કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…