Not Set/ પાકિસ્તાને માંગી સહાય, ભારતે નિભાવી ફરજ, અદા કર્યો માનવતાનો ધર્મે

પાકિસ્તાને માંગી સહાય, ભારતે નિભાવી ફરજ, અદા કર્યો માનવતાનો ધર્મે

World Trending
અદ્રશ્ય 1 પાકિસ્તાને માંગી સહાય, ભારતે નિભાવી ફરજ, અદા કર્યો માનવતાનો ધર્મે

કોરોના સામેનો જંગ જીતવા માટે વિશ્વભરમાં ભારતીય વેકસીનની બોલબાલા છે. ત્યારે ભારત હવે કટ્ટર દુશ્મન પાકિસ્તાનને 1.60 કરોડ ડોઝ મફતમાં આપશે. ‘મેઈડ ઈન ઈન્ડિયા’ કોરોના રસીના આધારે રાજદ્વારી જંગમાં ભારત પાકિસ્તાનને હરાવશે.

Corona: આ દેશમાં તો શરૂ થઈ ગયું Vaccination, સૌથી પહેલા કોને અપાશે રસી તે  ખાસ જાણો | World News in Gujarati

ભુલી દુશ્મની કરી સહાય

પાકિસ્તાન ભલે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો કોઈ મોકો ન છોડે પણ ભારતે આમ છતાં કોરોના સામેની જંગમાં તેને મદદ કરવાનું નક્કી કરીને સમગ્ર વિશ્વ સમક્ષ એક મિસાલ રજૂ  કરી છે.પડોશી દેશ પાકિસ્તાનને કોરોનાની ભારતીય વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. પાકિસ્તાનને ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન એન્ડ અમ્યુનાઇઝેશન  સમજૂતી અંતર્ગત વેક્સિન સપ્લાઇ કરવામાં આવશે. આ સમજૂતી અંતર્ગત પાકિસ્તાનને 1.6 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવશે.

કોરોના રસી News in Gujarati, Latest કોરોના રસી news, photos, videos | Zee  News Gujarati

ગરીબ રાષ્ટ્રોને મફત રસી આપવા આ સંગઠન ઉભુ કરવામાં આવ્યું છે તેની પહેલી ખેપ ચાલુ માસમાં જ પાકિસ્તાન પહોંચી જશે. જુન સુધીમાં 1.60 કરોડ ડોઝ પહોંચાડવામાં આવશે. ભારત 65 દેશોને કોવિડ વેકસીન આપી રહ્યું છે. કેટલાક દેશોને ગ્રાન્ટ રૂપે આપે છે. કેટલાંક દેશોને નિયત કિંમત પર આપવામાં આવે છે. શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાંમાર, સેશેલ્સ જેવા દેશોને 56 લાખ ડોઝ આપ્યા છે. આ સિવાય મોરેશીયસ, બહેરીન, બ્રાઝીલ, મોરોકકો, ઓમાન, અલ્જીરીયા, ઈજીપી, દક્ષિણ આફ્રિકા, કુવૈત સહિતના દેશોને પણ રસી આપવામાં આવી રહી છે.

ભારત માટે સ્વદેશી રસી વધુ યોગ્ય છે કે ઑક્સફર્ડની? - BBC News ગુજરાતી

ચીનનું પુંછડુ પકડીને ફરતુ પાકિસ્તાનકોરોના મહામારી સામે લાચાર બન્યું છે.  દુનિયાભરમાં આતંક ફેલાવવામાં અવ્વલ પણ કોરોનાની વેક્સીન ખરીદવાની પણ હેસિયત ના ધરાવતા કંગાળ પાકિસ્તાનની મદદે આખરે ભારત આવ્યું. ભારતે માનવિયતા દાખવી પાકિસ્તાનને કોરોનાની વેક્સીનન આપી માનવતાનો ધર્મ અદા કર્યો છે.