Not Set/ કોરોના પોઝિટિવ સસરાને પોતાની પીઠ પર ઊંચકીને હોસ્પિટલ લઇ તો ગઈ, પરંતુ અફસોસ…

તેણીએ પોતાના સસરા ને પોતાની પીઠ પર ઊંચકવા સિવાય બીજો કોઈ વિકલ્પ તેની પાસે ના હતો. અને તે તેમને ઊંચકીને ઓટો સ્ટેન્ડ સુધી લાવી હતી.  નિહારિકાને 6 વર્ષનો પુત્ર પણ છે.

India Trending
nagative 11 કોરોના પોઝિટિવ સસરાને પોતાની પીઠ પર ઊંચકીને હોસ્પિટલ લઇ તો ગઈ, પરંતુ અફસોસ...

આજે પણ સમજમાં દીકરા અને દીકરી, કે પછી પુત્રવધુ અને દીકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે.  પરંતુ ક્યારેક દીકરી દીકરા કરતા સવાઈ સાબિત થાય છે, એવા દાખલા તો આપને સમાજમાં અઢળક જોયા છે. પરંતુ શું પુત્રવધુ દીકરા કે દીકરી કરતા સવાઈ સાબિત થાય તેવું ભાગ્યેજ જોવા મળે છે.

કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણે અને વહુના લક્ષણ બારણે  આ કહેવતને આસામના એક ગામમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીએ બરાબર સાર્થક કરી બતાવી છે. સમય આવ્યે પુત્રવધુ પણ દીકરા-દીકરી કરતા સવાઈ સાબિત થઇ શકે છે. આસામના નાગાંવમાં રહેતી 24 વર્ષીય નિહારિકા દાસનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના  કોરોના પોઝિટિવ સસરાને પોતાની પીઠ પર ઊંચકીને  લગભગ 2 કિમી ચાલી હતી.  આ દરમિયાન લોકોએ તેના અનેક ફોટા પણ પાડ્યા હતા. પરંતુ કોઈ તેની મદદ માટે આગળ આવ્યું નહીં. ફોટો વાયરલ થયા પછી લોકો હવે નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહી રહ્યા છે.

2 જૂને નિહારિકાના સસરા થુલેશ્વર દાસને કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તેમની તબિયત લથડી ત્યારે પુત્રવધૂ નિહારિકાએ તેમને પોતાની પીઠ પર ઊંચકીને આરોગ્ય કેન્દ્ર લઈ જવા માટે રીક્ષા  ગોતવા નીકળી હતી. નિહારીકાના જણાવ્યા અનુસાર તેમના ઘર સુધી રીક્ષા આવી શકે તેવો રોડ નહિ હોવાના કારણે તેણીએ પોતાના સસરા ને પોતાની પીઠ પર ઊંચકવા સિવાય બીજો કોઈ વિકલ્પ તેની પાસે ના હતો. અને તે તેમને ઊંચકીને ઓટો સ્ટેન્ડ સુધી લાવી હતી.  નિહારિકાને 6 વર્ષનો પુત્ર પણ છે.

વધુમાં તેણીના જણાવ્યા અનુસાર સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેમની નાજુક હાલત ને કારણે  તેણીના સસરા ને શહેરની અન્ય હોસ્પીતાલ્માંરીફ્ર કરવામાં આવ્યા હતા.  શહેરની  હોપીતાલમાં લઇ જવા માટે પણ તેણીને પોતાના સસરા ને આ રીતે પોતાના ખાભાપર ઊંચકવા પડ્યા હતા. . સસરા લગભગ બેહોશ થઈ ગયા હતા. તેમને ઉપાડવા માટે  ઘણી માનસિક અને શારીરિક તાકાત લાગી હતી.

 

હાલમાં નિહારિકા પણ કોરોના પોઝિટિવ છે. સોશિયલ મીડિયા પર તેને આદર્શ પુત્રવધૂ તરીકે દર્શાવવામાં આવી રહી છે. બધે જ તેની પ્રશંસા થઈ રહી છે. સ્થાનિક ન્યૂઝ ચેનલોથી માંડીને મોટા પત્રકારો તેમનો સંપર્ક કરી રહ્યા છે. નિહારિકા આનાથી ખુશ છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ એકબીજાની મદદ કરવી જોઈએ.

સસરાને બચાવી શક્યા નહીં
આસામની આ વાર્તાએ ગામની આરોગ્યની સ્થિતિને ઉજાગર કરી છે. નિહારિકાએ કહ્યું કે તેને ગામમાં એક એમ્બ્યુલન્સ પણ મળી નથી.  સારી વાત એ છે કે આ સમય દરમિયાન સસરાને ઓક્સિજનની જરૂર નહોતી. જો કે, બંનેને 5 જૂને ગુવાહાટીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે તુલેશ્વર દાસનું મોત નીપજ્યું હતું.