Not Set/ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, સવારે 5 વાગ્યાથી લાગ્યુ, ભારતમાં જોવા ન મળ્યું

જોવા ન મળ્યું પરંતુ તેનું સુતક મનાવાય છે અમદાવાદ: નવા વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે રવિવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 5 વાગ્યાથી લાગ્યુ હતુ. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યુ ન હતુ. નવા વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ લગભગ 3 કલાક અને 18 મિનિટ સુધી ચાલ્યું હતું. આ આંશિક સૂર્યગ્રહણ સવારે 9 વાગ્યાને 18 મિનિટ સુધી […]

Top Stories India World Trending
The first solar eclipse of the year, from 5 am in the morning, was not seen in India

જોવા ન મળ્યું પરંતુ તેનું સુતક મનાવાય છે

અમદાવાદ: નવા વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે રવિવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે 5 વાગ્યાથી લાગ્યુ હતુ. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યુ ન હતુ.

નવા વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ લગભગ 3 કલાક અને 18 મિનિટ સુધી ચાલ્યું હતું. આ આંશિક સૂર્યગ્રહણ સવારે 9 વાગ્યાને 18 મિનિટ સુધી ચાલુ રહ્યું હતું.

આ સૂર્યગ્રહણ એશિયાના ચીન, મંગોલિયા, જાપાન ઉપરાંત  રુસ અને અલાસ્કામાં પણ જોવા મળ્યું હતુ. જો કે સૌથી અગત્યની બાબત એ હતી કે, આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યું ન હતુ. પરંતુ જ્યોતિષ શાસ્ત્રના જાણકારો મુજબ આ સૂર્યગ્રહણનું ભારતમાં સુતક મનાવવામાં આવે છે.

જ્યોતિષ જાણકારોના માનવા પ્રમાણે આ પહેલું એવું સૂર્ય ગ્રહણ છે કે, જે ભારતમાં દેખાયું નથી. તેથી તેની કોઈ અસર રાશિ પર પડશે નહિ. આ વર્ષ દરમિયાનમાં કુલ ત્રણ સૂર્યગ્રહણ લાગશે. જેમાં પહેલું તા. 6 જાન્યુઆરીએ, ત્યારબાદ બીજું સૂર્યગ્રહણ આગામી તા. 3 જુલાઈના રોજ અને ત્રીજું સૂર્યગ્રહણ આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં એટલે કે. તા. 26 ડિસેમ્બરના રોજ લાગશે.