Cricket/ પ્રથમ દિવસની રમતનાં અંતે ભારતે 6 વિકેટ ગુમાવી બનાવ્યા 300 રન, અંતિમ સત્ર રહ્યું ઈંગ્લેન્ડનાં નામે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

Sports
PICTURE 4 175 પ્રથમ દિવસની રમતનાં અંતે ભારતે 6 વિકેટ ગુમાવી બનાવ્યા 300 રન, અંતિમ સત્ર રહ્યું ઈંગ્લેન્ડનાં નામે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલ ભારત તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે. ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચને 227 રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હાલમાં શ્રેણીમાં 0-1 થી પાછળ છે. આ મેચનું પરિણામ ભારત માટે ઘણું અર્થપૂર્ણ છે, કારણ કે આ મેચમાં હાર માત્ર ટેસ્ટ શ્રેણી જ નહીં ગુમાવે, પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવવાની તક પણ ગુમાવશે. આપને જણાવી દઇએ કે, પ્રથમ દિવસની રમતનાં અંતે, ભારતે 6 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા. છેલ્લું સત્ર ઈંગ્લેંડનાં નામે રહ્યુ હતુ.

રોહિત શર્મા (161) એ ચેન્નાઇમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનાં પહેલા દિવસે સદી ફટકારી છે, જેની મદદથી ભારતે અત્યાર સુધી 300/6 બનાવ્યા છે. પંત (33*) અને અક્ષર (5*) પ્રથમ દિવસની રમતનાં અંત સુધી ક્રીઝ પર છે. બીજી તરફ, ઇંગ્લેન્ડ તરફથી જૈક લીચ અને મોઇન અલીએ બે-બે વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર ગિલ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. તેને ફાસ્ટ બોલર ઓલી સ્ટોને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. બીજા છેડેથી રોહિત શર્માએ ઝડપથી રન બનાવવાની શરૂઆત કરી અને તેને પુજારા તરફથી સારો સપોર્ટ મળ્યો હતો. પૂજારા 21 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી બેટ્સમેન કેપ્ટન કોહલી પણ શૂન્યમાં મોઇન અલીની બોલ પર બોલ્ડ થયો હતો.

સતત બે વિકેટ પડી હોવા છતાં, રોહિત શર્માએ ઝડપી ગતિએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેને વાઇસ કેપ્ટન રહાણેએ સારો ટેકો આપ્યો હતો. તેઓ બન્નેએ મળીને ટીમનો સ્કોર 250 ની આસપાસ લાવી દીધો. આ દરમિયાન રોહિતે તેની સાતમી સદી ફટકારી હતી. બીજા છેડેથી રહાણેએ તેની 24 મી અડધી સદી પૂરી કરી. સારી બેટિંગ કરી રહેલો રોહિત, ટીમનાં 248 નાં સ્કોર પર જૈક લીચનો શિકાર બન્યો હતો. તેણે બે છક્કા અને 18 ચોક્કાની મદદથી 161 રન બનાવ્યા.

Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું  તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન

Cricket / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

Cricket / ટીમ ઈન્ડિયા માટે આવ્યા Good News, ઈંગ્લેન્ડનાં આ ફાસ્ટ બોલરની બીજી ટેસ્ટ મેચમાંથી બાદબાકી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ