Not Set/ સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, નામ લીધી વિના સાધ્યું નિશાન

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા દિલ્હી ખાતેનાં એક કાર્યક્રમમાં સરકારને મુક રીતે નીશાના પર લીધી હતી. સોનિયા ગાંધી દ્વારા કોથળામાં પાનસેરી વિંટીને સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ પોતાનાં સંબોઘનમાં કહ્યું કે, આજે આપણે જુએ છીએ અસહિષ્ણુતા, વધતી હિંસા, જૂઠ્ઠાણા અને અવૈજ્ઞાનિક વિચારોની સાથે સાથે આપણા ઇતિહાસ અને સમાજ પર એક અસ્પષ્ટ […]

Top Stories India
modi sonia સોનિયા ગાંધીનાં સરકાર પર આકરા પ્રહાર, નામ લીધી વિના સાધ્યું નિશાન

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા દિલ્હી ખાતેનાં એક કાર્યક્રમમાં સરકારને મુક રીતે નીશાના પર લીધી હતી. સોનિયા ગાંધી દ્વારા કોથળામાં પાનસેરી વિંટીને સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીએ પોતાનાં સંબોઘનમાં કહ્યું કે, આજે આપણે જુએ છીએ અસહિષ્ણુતા, વધતી હિંસા, જૂઠ્ઠાણા અને અવૈજ્ઞાનિક વિચારોની સાથે સાથે આપણા ઇતિહાસ અને સમાજ પર એક અસ્પષ્ટ દ્રષ્ટિ લાદવામાં આવી રહી છે. આ બધું આપણા દેશના ઉદાર, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પાયાનાં સિદ્વાંતોની વિરોધ છે.

કેન્દ્રની મોદી સરકાર, ભાજપ કે RSSનું નામ લીધા વિના જ સોનિયા ગાંધી દ્વારા સરકાર અને ભાજપ પર સ્પષ્ટ પ્રહારો કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ દ્વારા વારંવાર મોદી સરકાર અને ભાજપ  – RSS પર આર્થિક બાબતે, કોઇ એક વર્ગનાં તુષ્ટી કરણને લઇને અને ખાસ કરીને રાષ્ટ્ર ભક્તિનાં નામે લાદવામાં આવતા અનેક જુમલા મામલે પ્રહારો કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.